ચિરાગ પાસવાને બિહાર ચૂંટણી માટે 14 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
- LJP(R) ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ ઉમેદવારની યાદી જાહેર કરી
- 14 ઉમેદવારોની પ્રથમ યાદી યાદી કરી જાહેર
- બિહારમાં LJP(R) 29 બેઠકો પર ચૂંટણી લડશે
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ યુનાઇટેડ (JDU) પછી હવે એનડીએના સહયોગી પક્ષ ચિરાગ પાસવાનના નેતૃત્વ હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) [LJP(R)] એ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બુધવારે ચિરાગ પાસવાનની પાર્ટીએ કુલ 14 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
LJP(R) ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ ઉમેદવારની યાદી જાહેર કરી
આ યાદીમાં પક્ષ દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. LJP(R) એ ગોવિંદગંજથી રાજુ તિવારી અને સિમરી બખ્તિયારપુરથી સંજય કુમાર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત, દારૌલીથી વિષ્ણુ દેવ પાસવાન, ગરખાથી સીમંત મૃણાલ, સાહેબપુર કમલથી સુરેન્દ્ર કુમાર અને બાખરીથી સંજય કુમારને ટિકિટ આપવામાં આવી છે.
LJP(R) આ ઉમેદવારોને આપી ટિકિટ
અન્ય બેઠકો પર નજર કરીએ તો, પરબટ્ટાથી બાબુલાલ શૌર્ય, નાથનગરથી મિથુન કુમાર, પાલીગંજથી સુનીલ કુમાર, અને બ્રહ્મપુરથી હુલાસ પાંડેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દેહરીના રાજીવ રંજન સિંહ, બલરામપુરથી સંગીતા દેવી, મખદુમપુરથી રાની કુમારી અને ઓબ્રાથી પ્રકાશ ચંદ્રને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એનડીએ ગઠબંધનમાં સીટની વહેંચણી ફાઈનલ થયા બાદ ચિરાગ પાસવાન દ્વારા ઉમેદવારોની આ જાહેરાત ચૂંટણી માટેનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે, JDU એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે એક મોટી રણનીતિ બનાવી છે. આજે જાહેર કરાયેલ 57 ઉમેદવારોની પ્રથમ યાદીમાં, પાર્ટીએ 30 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. વધુમાં, પ્રથમ યાદીમાં 27 ઉમેદવારોને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે. પાર્ટીએ ત્રણ મજબૂત નેતાઓને ટિકિટ આપી છે: અમરેન્દ્ર સિંહ, ધુમલ સિંહ અને અનંત સિંહ. JDU એ પહેલી યાદીમાં ફક્ત ચાર મહિલાઓને ટિકિટ આપી છે.
આ પણ વાંચો: બિહારમાં ભાજપે 12 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર, અલીનગરથી મૈથિલી ઠાકુર, બક્સરથી આનંદ મિશ્રાને ટિકિટ