Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital : 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છતાં ડાયરેક્ટરને અફસોસ નથી! 'બેખોફ હસી' સાથે કહ્યું- અમારી પાસે દર્દીઓનાં..!

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 'હત્યાકાંડ' બાદ ડાયરેક્ટર ચિરાગ રાજપૂતનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
khyati hospital   2 દર્દીઓએ જીવ ગુમાવ્યો છતાં ડાયરેક્ટરને અફસોસ નથી   બેખોફ હસી  સાથે કહ્યું  અમારી પાસે દર્દીઓનાં
Advertisement
  1. Khyati Hospital નાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂતને કોઈ અફસોસ નથી!
  2. હોસ્પિટલનાં પાપે 2 લોકોનાં મોત છતાં હસી રહ્યો છે ચિરાગ રાજપૂત
  3. પોતાની હોસ્પિટલ આરોપોનાં ઘેરામાં છતાં ખડખડાટ હાસ્ય!

અમદાવાદમાં (Ahmedabad) રૂપિયા કમાવવાની લ્હાયમાં માનવતા નેવે મૂકનારી એવી ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) ડાયરેક્ટરને જાણે કોઈ વાતનો પસ્તાવો ન હોય તેમ તેના ખડખડાટ હાસ્યનાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ખ્યાતિ હોસ્પિટલમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં હોસ્પિટલનાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત (Chirag Rajput) કોઈ પણ અફસોસ વગર મીડિયા સામે ખડખટાડ હસતા નજરે આવ્યો હતો. તેમણે મીડિયાને પણ ટોણો મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - Khyati Hospital માં 'મોતનાં ખેલ' મામલે મોટા સમાચાર! હોસ્પિટલ સામે સરકાર બનશે ફરિયાદી!

Advertisement

Advertisement

હોસ્પિટલનાં ડાયરેક્ટરના ચહેરા પર અફસોસની જગ્યાએ હાસ્ય!

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) 'હત્યાકાંડ' બાદ ડાયરેક્ટર ચિરાગ રાજપૂતનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતી વેળાએ તેના ચહેરા પર અફસોસની જગ્યાએ હાસ્ય જોવા મળ્યું હતું. પોતાની હોસ્પિટલ આરોપોનાં ઘેરામાં હોવા છતાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત ખડખડાટ હસતા નજરે આવ્યો હતો. મીડિયાને ટોણો મારતા ચિરાગ રાજપૂતે કહ્યું હતું કે, તમારા બધાનાં સહયોગથી હોસ્પિટલમાં કોઈ આવ્યું નથી. વધુ એક વખત માત્ર બચાવની મુદ્રામાં ચિરાગ રાજપૂત નજરે આવ્યો હતો અને કહ્યું હતું કે, અમારી પાસે દર્દીઓનાં સંબંધીઓની મંજૂરીનાં પુરાવા છે.

આ પણ વાંચો - Gandhinagar : સચિવાલયનાં ક્લાસ-2 અધિકારીની 'ગંદી બાત' વાઇરલ! સો. મીડિયા પર યુવતીઓનું કરતો હતો શોષણ!

અમે અમારી પાસે છે તે પુરાવા સરકારને સોંપીશું : ચિરાગ રાજપૂત

ચિરાગ રાજપૂતે આગળ કહ્યું કે, અમે અમારી પાસે છે તે પુરાવા સરકારને સોંપીશું. અમે સરકારને તપાસમાં સહયોગ આપી રહ્યાં છીએ. ચિરાગ રાજપૂતે કહ્યું કે, હોસ્પિટલ અત્યારે કાર્યરત છે. અત્યાર સુધી કંઈ કંઈ જગ્યાઓએ હેલ્થ કેમ્પ (Health Camp) થયા તેની માહિતી મારી પાસે નથી. આજે કન્સ્લ્ટનાં પુરાવા અમે સરકારમાં રજૂ કરીશું.

આ પણ વાંચો - Lili Parikrama માં ભાવીકોનું ઘોડાપુર, 9 લોકોનાં Heart Attack થી મોત, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે આપી આ સલાહ!

Tags :
Advertisement

.

×