ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chotaudepur : NH- 56 પર તંત્રની પ્રી-મોનસૂન કામગીરીનું Gujarat First એ કર્યું રિયાલિટી ચેક, ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ

Chotaudepur : છોટાઉદેપુરથી ચિસાડિયા સુધીનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 56 (National Highway-56) પર પડેલા ખાડાઓ અંગે મળેલી લોક ફરિયાદનાં પગલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા 19 km નો પ્રવાસ ખેડી તેની વાસ્તવિક જાણવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં રોડ રસ્તાની દુર્ગમ સ્થિતિનાં દ્રશ્યો ગુજરાત...
12:04 AM Jul 31, 2024 IST | Vipul Sen
Chotaudepur : છોટાઉદેપુરથી ચિસાડિયા સુધીનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 56 (National Highway-56) પર પડેલા ખાડાઓ અંગે મળેલી લોક ફરિયાદનાં પગલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા 19 km નો પ્રવાસ ખેડી તેની વાસ્તવિક જાણવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં રોડ રસ્તાની દુર્ગમ સ્થિતિનાં દ્રશ્યો ગુજરાત...

Chotaudepur : છોટાઉદેપુરથી ચિસાડિયા સુધીનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 56 (National Highway-56) પર પડેલા ખાડાઓ અંગે મળેલી લોક ફરિયાદનાં પગલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા 19 km નો પ્રવાસ ખેડી તેની વાસ્તવિક જાણવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં રોડ રસ્તાની દુર્ગમ સ્થિતિનાં દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા હતા અને તંત્રનાં પ્રી-મોનસૂન કામગીરીનાં દાવા પોકળ પુરવાર થયા હતા.

આ પણ વાંચો - Gujarat Police : ઉત્તમ કામગીરી કરનારા DYSP, ADGP, IGP સહિતનાં 110 પોલીસ કર્મીઓનું એવોર્ડ-મેડલ આપી સન્માન

છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લામાં મેઘરાજાની ઓપનિંગ બેટિંગમાં જ જાણે કે તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ છતી થઈ હોય તેમ છોટાઉદેપુર-અલીરાજપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ આવતા પૂલોની સાઇડ પર ઊગી નીકળેલી ઝાડી ઝંખરનાં દ્રશ્યો તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા 19 કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં ઓરસંગ બ્રિજ (Orsung Bridge), રૂનવાડ ઓવરબ્રિજ, ચિશાડિયા બ્રિજ પર પડેલા ખાડાઓ તંત્રની કથિત બેદરકારીની પોલ ખોલી રહ્યા છે. તો રૂનવાડ ઓવરબ્રિજ પર તો સળિયા પણ બહાર નીકળેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો - Banaskantha : જીપની અંદર-ઉપર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડ્યા, બંધ પડી જતાં બાળકોએ ધક્કો પણ માર્યો

ગુજરાત અને મધ્યપ્રદેશને (Madhya Pradesh) જોડતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 (National Highway-56) પર સતત જીવંત અને બહોળા પ્રમાણમાં ટ્રાફિકની અવરજવર રહે છે. રાત-દિવસ રહેતા ટ્રાફિકના પ્રવાહના કારણે તંદુરસ્ત માર્ગની ઘણી જ આવશ્યકતા છે. પરંતુ, હાલ તો મુસાફરો જીવનાં જોખમે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે તે એક વરવી વાસ્તવિકતા છે. નજીકના ભૂતકાળમાં ક્યાંકને ક્યાંક અકસ્માતના કારણે જીવ ગુમાવ્યાનાં બનેલા બનાવોને લઈ પણ પ્રજા ચિંતા વ્યક્ત કરી રહી છે કે ભૂતકાળ ફરી વર્તમાનમાં પરિણામે તે પહેલા તંત્ર જાગે અને ગુણવત્તા યુક્ત મરામત કરે. જેથી મુસાફરો માંટે સલામત મુસાફરી આપવાનો સરકારનો હેતું અને સ્લોગન હકીકતમાં સાર્થક નીવડે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વખતો વખત તંત્ર દ્વારા મરમ્મત કરાયા હોવાની વાતનો પણ ઇન્કાર નથી. પરંતુ, ગુણવત્તાયુક્ત દુસ્તીકરણનો હાલ તો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે તેમાં પણ કોઈ બેમત નથી.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Surat Metro : મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ, ચાલુ કામગીરીમાં જ એક બાજું નમ્યો, રોડ પર અવરજવર બંધ

Tags :
Chishadia BridgeChotaudepurChotaudepur-AlirajpurGujarat FirstGujarati NewsMadhya PradeshNational Highway-56Orsung BridgeRunwad Overbridge
Next Article