ઉચ્ચ પોલીસ અધિકારીઓની લડાઈ, CID Crime Gujarat ને બદનામ કરવામાં કોણ-કોણ સામેલ ?
Gujarat Police માં રચાયેલા ઇતિહાસની યાદીમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. આ ઘટના છે CID Crime Gujarat ના આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં અન્ય પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવેલા નિરિક્ષણ (Inspection) ની. ભૂતકાળમાં ક્યારેય પણ ના બને એવી ઘટના બનતા પોલીસ બેડામાં આશ્ચર્ય પેદા થયું છે. DGP વિકાસ સહાયના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) આ ઇન્સ્પેકશન કર્યું છે. Gujarat High Court એ છેલ્લાં બેએક વર્ષમાં સીઆઈડી ક્રાઈમની તપાસ/કાર્યવાહીને અનેક વખત ઝાટકણી કાઢી છે ત્યારે નહીં અને હવે કેમ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ? રાજ્ય પોલીસની મહત્વની એજન્સી CID Crime માં કયારેય ના બની હોય તેવી ઘટના બાદ પોલીસ વિભાગમાં કેવી-કેવી ચર્ચાઓ ચાલી રહી છે ? વાંચો આ અહેવાલમાં...
Nirlipt Rai ની ટીમે ચાર દિવસ નિરિક્ષણ કર્યું
રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તાજેતરમાં એક આદેશ કર્યો હતો. સીઆઈડી EOW માં ચાલી રહેલી કામગીરીનું નિરિક્ષણ કરીને રિપોર્ટ કરવાનો આદેશ મળતા Team SMC ના અધિકારી/કર્મચારીઓ રવિવારે રજાના દિવસે સવારથી કામે લાગી ગયા હતા. એસએમસીના અધિકારી/કર્મચારીનો સ્ટાફ ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે આવેલી આર્થિક ગુના નિવારણ શાખા - EOW માં પહોંચી ગયો હતો. છેલ્લાં દિવસે CID Crime ના ઇન્ચાર્જ વડા પરીક્ષિતા રાઠોડની અરજી બ્રાંચ પાસે SMC PI એ પત્ર પાઠવીને માહિતી માગી હતી. ચાર દિવસ સુધી ચાલેલી તપાસમાં EOW ના યુનિટ-2ના પીએસઆઈ એસ. ડી. સિસોદીયા (S D Sisodiya PSI) પાસે કેટલીક અરજીઓ લાંબા સમયથી પેન્ડીગ હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર DGP Vikas Sahay એ પીએસઆઈ સિસોદીયાને ગત બુધવારે સસ્પેન્ડ કરી દીધા.
ખાનગી વાત જાહેર થતાં વિવાદ શરૂ
ડીજીપીએ સોંપેલી તપાસ અને CID Crime EOW માં ચાલી રહેલા નિરિક્ષણની વાત ત્રણ-ત્રણ દિવસ સુધી ખાનગી રહી. PSI S D Sisodiya ને સસ્પેન્ડ કરવામાં આવતા આ મામલો જાહેર થઈ ગયો અને મીડિયા સુધી પહોંચ્યો. વાત મીડીયા સુધી આવતા કેટલાંક IPS અધિકારીઓ નારાજ પણ થયા હતા. મામલો મીડિયામાં ગાજતા સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને એવું લાગ્યું છે કે, તેમને બદનામ કરવા માટે ખેલ રચાયો હતો.
કયા-કયા અધિકારીના તાબામાં આવે છે EOW ?
CID Crime Gujarat માં અનેક વિભાગો આવેલા છે. જેમાં રેલવે એન્ડ ક્રાઈમ, સાયબર ક્રાઈમ, મિસિંગ સેલ, CI Cell, આર્થિક ગુના નિવારણ શાખા, વુમન સેલ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. વાત કરીએ આર્થિક ગુના નિવારણ શાખાની તો, તેના એસપી હિંમાશું વર્મા (Himanshu Kumar Verma) છે. તેમની ઉપર સીઆઈડી ક્રાઈમ-4 ડીઆઈજી ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik) છે અને તેમની ઉપર CID Crime Gujarat ના ઇન્ચાર્જ વડા એવા સિનિયર ડીઆઈજી પરીક્ષિતા વી. રાઠોડ (Parikshita V Rathod) ગત ડિસેમ્બર-2024થી કાર્યરત છે. અત્રે નોંધનીય છે કે, હિંમાશુ વર્માની 6 મહિના અગાઉ અમદાવાદ શહેરમાંથી ટૂંકાગાળામાં EOW ખાતે બદલી થઈ હતી. જ્યારે પરીક્ષિતા રાઠોડ અને ચૈતન્ય માંડલિક અગાઉથી જ સીઆઈડી ક્રાઈમમાં કાર્યરત છે.
આ પણ વાંચોઃ Wanted PI : ભાજપના પૂર્વ મંત્રી સાથે કનેકશન ધરાવતા ભાગેડુ PI કચ્છમાંથી ઝડપાયા
પોલીસ બેડામાં શું છે ચર્ચા ?
- EOW ના અધિકારી અરજી તપાસમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની માહિતીના આધારે DGP એ નિર્ણય લીધો.
- ઇન્સ્પેકશન માત્ર CID Crime Gujarat ની આર્થિક ગુના નિવારણ શાખામાં જ કેમ કરવામાં આવ્યું.
- છ મહિના અગાઉ CID Crime Gujarat માં કરોડોનો ભ્રષ્ટાચાર થતો હતો તો ત્યારે કેમ કોઈ પગલાં ના લેવાયા.
- સીઆઈડી ક્રાઈમના PI PSI ને બોલાવી એડીશનલ ડીજી કક્ષાના અધિકારી તપાસમાં શું કરવું તેના ગેરકાયદે આદેશ આપે છે.
- સરકારની નજરમાંથી ઉતરી ગયેલા સિનિયર IPS અધિકારીને CID Crime Gujarat નો ચાર્જ મેળવવો છે.
- મહિલા સેલના એડી. ડીજી Ajay Choudhary ને જુનીયર મહિલા અધિકારીના તાબામાં કામ કરવું ગમતું નથી.
- EOW Inspection નો નિર્ણય નખશીખ પ્રામાણિક એવા વિકાસ સહાયે કોના કહેવાથી લીધો.
- ગુજરાત પોલીસની તમામ એજન્સીઓ પૈકી માત્ર EOW માં જ પેન્ડીગ અરજીઓ અને ભ્રષ્ટાચાર છે.
- CID Crime EOW માં ગણતરીના મહિનાઓમાં આવેલી અરજીઓની તપાસમાં જુનીયર IPS નિશાના પર છે.
- ભૂતકાળમાં CID Crime માં ચાલતી તપાસ/કાર્યવાહી સામે Gujarat High Court એ અનેક વખત ઝાટકણી કાઢી છે.
- હાઇકોર્ટની ઝાટકણી/ઠપકા વખતે CID Crime ના તત્કાલિન વડા રાજકુમાર પાંડિયનનો કેટલી વખત ખુલાસો માગ્યો ?
- ગુજરાત સરકારે પરીક્ષિતા રાઠોડને સોંપેલો CID Crime Gujarat ના વડાનો ચાર્જ ઘણાં IPSને ખૂંચી રહ્યો છે.
- EOW Inspection ની કાર્યવાહીમાં એક સાથે અનેક પોલીસ અધિકારીઓને બદનામ કરવાનો કારસો છે.
- EOW ના પીએસઆઈને સસ્પેન્ડ કરી CID Crime માં ચાલતી ગરબડની રજૂઆત સરકાર સમક્ષ થવાની હતી.
- સાઈડલાઈન કરાયેલા બદનામ SP અને એડીશનલ ડીજી કક્ષાના અધિકારીએ DGPના ખભે બંદૂક ફોડી.
આ પણ વાંચોઃ બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા