Narmada: ડેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ, ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા કાર્યકરોમાં રોષ
નર્મદાના ડેડીયાવાડામાં આપ-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ડેડીયાપાડાના ધારાસભ્યની પોલીસે અટકાયત કરી હતી.
Advertisement
- નર્મદાના દેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ
- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત
- ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ
- MLA ચૈતર વસાવા સમર્થકોને દેડીયાપાડા પહોંચ્વા કર્યું આહ્વાન
નર્મદાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકોને ડેડીયાપાડા પહોંચવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ડેડીયાપાડાથી રાજપીપળા લાવતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડીયાપાડામાં મોકલવામાં આવી હતી.

