Narmada: ડેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ, ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા કાર્યકરોમાં રોષ
- નર્મદાના દેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ
- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત
- ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ
- MLA ચૈતર વસાવા સમર્થકોને દેડીયાપાડા પહોંચ્વા કર્યું આહ્વાન
નર્મદાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી હતી. ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકોને ડેડીયાપાડા પહોંચવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા છે. ચૈતર વસાવાને ડેડીયાપાડાથી રાજપીપળા લાવતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડીયાપાડામાં મોકલવામાં આવી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવા ની પોલીસે કરી અટકાયત
ડેડીયાપાડામાં આદ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ના નીકળવા દેવા કાર્યકરો રોષે ભરાયા હતા. તેમજ જેમ બને તેમ સમર્થકો ડેડીયાપાડા પહોંચવાનું આહ્વાન કર્યું હતું. ધારાસભ્ય પણ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી રહ્યા છે.
પોલીસે અને તંત્રએ ભાજપના લોકો સાથે મળીને લોકતંત્રની હત્યા કરી: ઈસુદાન ગઢવી
આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભાજપના લોકોએ હાથાપાઈ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પણ પોલીસે લીધી ન હતી. ઊલટાની ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ અને તંત્રએ ભાજપના લોકો સાથે મળીને લોકતંત્રની હત્યા કરી છે. પોલીસે ચૈતર વસાવાને પોતાના વકીલને પણ મળવા દેતા નથી. આ ક્યાં પ્રકારની લોકશાહી છે. અહંકારમાં આવેલી ભાજપે તાનાશાહીની તમામ હદો વટાવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા ડીપીજીને અપીલ કરી હતી કે, ચૈતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને ચૈતર વસાવાને છોડવામાં આવે.