X અને ChatGPT સહિત અનેક વેબસાઇ ઠપ, વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકી
મંગળવારે સાંજે Cloudflare ના સર્વરમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે વિશ્વભરની ડિજિટલ સેવાઓ ઠપ થઈ ગઈ હતી. X (ટ્વિટર), ChatGPT અને અનેક પેમેન્ટ ગેટવે સહિત હજારો વેબસાઇટ્સે કામ કરવાનું બંધ કરી દીધું. ડાઉનટાઇમની માહિતી આપતું પ્લેટફોર્મ Downdetector.com પણ પોતે ઠપ પડ્યું હતું. આ વ્યાપક આઉટેજથી લાખો કોર્પોરેટ અને સામાન્ય યુઝર્સને ભારે હાલાકી થઈ.
Advertisement
- Server Down: x અને ChatGPT સહિતની અનેક વેબસાઇટ ઠપ
- વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકી
- સર્વર ડાઉન થતા અનેક વેબસાઇટ ઠપ
મંગળવારે સાંજે વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે X અને ChatGPT જેવી અનેક વૈશ્વિક ડિજિટલ સેવાઓએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું. મોટાભાગના યુઝર્સ માટે અનેક પેમેન્ટ ગેટવે (Payment Gateways) પણ નિષ્ક્રિય થઈ ગયા હતા, અને હજારો વેબસાઇટ્સ ખુલી રહી ન હતી. આ અચાનક સર્જાયેલી વિક્ષેપને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે એકબીજાને પૂછપરછ શરૂ કરી દીધી અને હજારોની સંખ્યામાં આઉટેજ અંગેની જાણકારી પોસ્ટ કરવા લાગ્યા.

