X અને ChatGPT સહિત અનેક વેબસાઇ ઠપ, વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકી
- Server Down: x અને ChatGPT સહિતની અનેક વેબસાઇટ ઠપ
- વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકી
- સર્વર ડાઉન થતા અનેક વેબસાઇટ ઠપ
મંગળવારે સાંજે વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે X અને ChatGPT જેવી અનેક વૈશ્વિક ડિજિટલ સેવાઓએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું. મોટાભાગના યુઝર્સ માટે અનેક પેમેન્ટ ગેટવે (Payment Gateways) પણ નિષ્ક્રિય થઈ ગયા હતા, અને હજારો વેબસાઇટ્સ ખુલી રહી ન હતી. આ અચાનક સર્જાયેલી વિક્ષેપને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે એકબીજાને પૂછપરછ શરૂ કરી દીધી અને હજારોની સંખ્યામાં આઉટેજ અંગેની જાણકારી પોસ્ટ કરવા લાગ્યા.
Server Down: સર્વરમાં ખામી સર્જાતા લાખો યુઝર્સને ભારે પરેશાની
શરૂઆતમાં યુઝર્સને આ સમસ્યાનું કારણ સમજાયું નહોતું. જોકે, પાછળથી જાણકારોએ ખુલાસો કર્યો કે આ વ્યાપક સમસ્યા માટે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) પ્રોવાઇડર Cloudflare ના સર્વરમાં આવેલી કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હોઈ શકે છે. Cloudflare એક વિશાળ નેટવર્ક છે જે વિશ્વભરની અનેક મોટી વેબસાઇટ્સ અને ઓનલાઈન સેવાઓને હોસ્ટ કરે છે, જેના કારણે તેના સર્વરમાં આવેલી સામાન્ય ખામી પણ વૈશ્વિક સ્તરે મોટી અસર કરી શકે છે.
અનેક વેબસાઇટો ઠપ જોવા મળી
આ પરિસ્થિતિની મજાક ત્યારે બની જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સના ડાઉનટાઇમ અને આઉટેજની માહિતી આપવા માટેનું લોકપ્રિય પ્લેટફોર્મ Downdetector.com પણ પોતે જ ઠપ થઈ ગયું. જે પ્લેટફોર્મ ડાઉનટાઇમની માહિતી આપે છે, તે પોતે જ નિષ્ક્રિય થઈ જતાં યુઝર્સ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.Cloudflareની ટેકનિકલ ખામીના કારણે, અનેક કોર્પોરેટ યુઝર્સ અને સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સને તેમના રોજિંદા ઓનલાઈન કામકાજમાં અડચણ આવી હતી. કંપનીઓ આ સમસ્યાને ઝડપથી ઠીક કરવાના પ્રયાસો કરી રહી છે જેથી વૈશ્વિક ડિજિટલ સેવાઓ ફરી સામાન્ય બની શકે.
આ પણ વાંચો: ChatGPT માં પણ WhatsApp જેવું ફીચર, ગ્રુપ ચેટ કરી શકાશે