ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi liquor scam : કેજરીવાલ હજું 23 એપ્રિલ સુધી રહેશે તિહાર જેલમાં..

Delhi liquor scam : દિલ્હી શરાબ કૌભાંડ (Delhi liquor scam) માં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોમવારે, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કેજરીવાલની 15 દિવસની ન્યાયિક કસ્ટડી...
04:35 PM Apr 15, 2024 IST | Vipul Pandya
Delhi liquor scam : દિલ્હી શરાબ કૌભાંડ (Delhi liquor scam) માં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોમવારે, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કેજરીવાલની 15 દિવસની ન્યાયિક કસ્ટડી...
CM Arvind Kejriwal

Delhi liquor scam : દિલ્હી શરાબ કૌભાંડ (Delhi liquor scam) માં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોમવારે, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. કેજરીવાલની 15 દિવસની ન્યાયિક કસ્ટડી સોમવારે સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ કેજરીવાલ આજે તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોર્ટે હવે તેમને 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી (Delhi liquor scam) માં મોકલી દીધા છે. આજે, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડમાં સહ-આરોપી કે,. કવિતાની ન્યાયિક કસ્ટડી પણ 23 એપ્રિલ સુધી લંબાવી છે.

કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે તેમને શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ આપવાનો ઇનકાર કર્યા પછી કેજરીવાલને 21 માર્ચની રાત્રે ED દ્વારા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

કેજરીવાલની ધરપકડ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી

આ પહેલા દિવસે સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે ED પાસે જવાબ માંગ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની સર્વોચ્ચ અદાલતની બેન્ચે EDને આ મામલે 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ કેસની સુનાવણી 29 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં કરવામાં આવશે.

કેજરીવાલે નવ સમન્સની અવગણના કરી હતી

તમને જણાવી દઈએ કે 9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડને યથાવત રાખી હતી અને કહ્યું હતું કે કેજરીવાલે નવ સમન્સની અવગણના કરી હતી અને તપાસમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો તે પછી એજન્સી માટે આ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.

આ પણ વાંચો-------- Arvind Kejriwal Meets Bhagwant Mann : કેજરીવાલને મળ્યા બાદ ભગવંત માનનો મોટો ખુલાસો…

આ પણ વાંચો------ Arvind Kejriwal : જેલમાં જ રહેશે દિલ્હીના CM કેજરીવાલ, સુપીર્મ કોર્ટે ED પાસે માંગ્યો આ જવાબ…

આ પણ વાંચો----- Supreme Court : Arvind Kejriwal પર આજે ‘સુપ્રીમ’ સુનાવણી… મળશે રાહત?

Tags :
Aam Aadmi PartyCM Arvind KejriwalDelhi Courtdelhi liquor scamedjudicial custodyLiquor scamNational
Next Article