ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ અને RJD પર આકરો હુમલો : PM મોદીના માતા પરની ટિપ્પણીને લઈને પ્રહાર

CM ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ-RJD પર પ્રહાર : PMના માતાનું અપમાન અસહ્ય
10:31 PM Aug 28, 2025 IST | Mujahid Tunvar
CM ભૂપેન્દ્ર પટેલનો કોંગ્રેસ-RJD પર પ્રહાર : PMના માતાનું અપમાન અસહ્ય

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ અને આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને આકરા પ્રહારો કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને આ ઘટનાને "માં કા અપમાન, કોંગ્રેસ કી પહેચાન" તરીકે ગણાવીને કોંગ્રેસ અને RJDની આ નીચ હરકતની નિંદા કરી છે.

CMનો આક્ષેપ : કોંગ્રેસ-RJDએ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું

મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસ અને RJDના એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે અભદ્ર અને અનૈતિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, જે અત્યંત નિંદનીય અને અસહ્ય છે. તેમણે કહ્યું, "કોંગ્રેસ અને RJDએ આ પ્રકારની અનૈતિક, અભદ્ર ભાષા વાપરીને રાજનૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પર કુઠારાઘાત કર્યો છે. આ ફક્ત વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતાનું જ નહીં પરંતુ દેશની માતૃશક્તિનું અપમાન છે."

આ પણ વાંચો- Gandhinagar : મહેસૂલી તલાટી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર

140 કરોડ ભારતીયોની લાગણીઓ પર પ્રહાર

ભૂપેન્દ્ર પટેલે આગળ જણાવ્યું કે આ ઘટના 140 કરોડ ભારતીયોની લાગણીઓ પર પ્રહાર છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું, "બિહાર અને દેશની જનતા આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. ભારતની જનશક્તિ આ અવિવેકી કૂકૃત્યનો કઠોર જવાબ આપશે." CMએ X પર પોસ્ટ કરીને આ ઘટનાને રાજકીય સંસ્કૃતિના પતનનું પ્રતીક ગણાવ્યું અને કોંગ્રેસ-RJDની આ હરકતને દેશની મહિલાશક્તિનું અપમાન ગણાવ્યું.

કોંગ્રેસ-RJD પર રાજકીય મુદ્દો બન્યો

આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ભૂપેન્દ્ર પટેલની આ પોસ્ટ અને નિવેદનથી ભાજપે કોંગ્રેસ અને RJD પર રાજનૈતિક હુમલો તેજ કર્યો છે. ખાસ કરીને, બિહારમાં આ મુદ્દો રાજકીય ગરમાવો લાવી શકે છે, જ્યાં RJDનો મજબૂત આધાર છે. ભાજપના અન્ય નેતાઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને જનતાને આવા નીચ વર્તનનો જવાબ આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો- Gandhinagar : રાજ્યમાં એક સાથે 118 PSI ની તાત્કાલિક અસરથી બદલી, જુઓ લિસ્ટ

Tags :
#MatrishaktiBhupendraPatelCongressgujaratcmPMModiPoliticsRJD
Next Article