Mehsana માં ચૂંટણીનો ધમધમાટ, CM એ GIDC હોલ ખાતે ભાજપના કાર્યકરો સાથે કરી મહત્વની બેઠક
- Mehsana માં CM ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ભાજપનું ચૂંટણી લક્ષી મંથન!
- GIDC હોલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હોદ્દેદારોની બેઠક યોજાઈ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવા માટે CMએ આપ્યો વિશેષ મંત્ર
- નપા, મનપા અને પંચાયત ચૂંટણી માટે સંગઠનલક્ષી ચર્ચા કરાઈ
- જિલ્લાના તમામ પદાધિકારીઓ અને સક્રિય કાર્યકરો બેઠકમાં હાજર
- બૂથ સ્તરે જનસંપર્ક વધારી ભાજપને મજબૂત કરવા અપાયું માર્ગદર્શન
- ગાંધીનગર ખાતે નારીશક્તિ વંદન સંમેલનનું આયોજન
- સ્ટેજ પર બેસવાને બદલે પ્રેક્ષકની ખુરશીમાં બેઠા CM
Mehsana: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) ને લઈને રાજકીય પારો ગરમાયો છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) મહેસાણાની મુલાકાતે પહોંચ્યા હતા. મહેસાણા GIDC હોલ ખાતે આયોજિત એક ખાસ બેઠકમાં તેમણે જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો.
Mehsana: ઉમેદવારોને આપ્યો જીતનો મંત્ર
આ બેઠક આગામી નગરપાલિકા (Nagarpalika), મહાનગરપાલિકા (Municipal Corporation), તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકસંપર્ક મજબૂત કરવો એ જ વિજયનો સાચો માર્ગ છે. તેમણે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા દરેક બૂથ સ્તરે સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
CM Bhupendra Patel election campaign Mehsana Linch village
CM Bhupendrabhai Patel | પૈસાની વ્યવસ્થા છે, કામ માટે આયોજન સારું હોવું જોઈએ, એક પણ કામ અધૂરું નહીં રહે | Gujarat First
મહેસાણામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ
લીંચ ગામે મુખ્યમંત્રીની હાજરીમાં વિકાસ સંકલ્પ… pic.twitter.com/R2we8o5F0L— Gujarat First (@GujaratFirst) April 15, 2026
બેઠકમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
બેઠકમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે સ્થાનિક પ્રશ્નો અને સંગઠનની સ્થિતિ અંગે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, મહેસાણા ભાજપનો ગઢ હોવા છતાં, મુખ્યમંત્રીની આ સીધી હાજરી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકશે અને ચૂંટણી પહેલા જ વિપક્ષો સામે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવવામાં મદદરૂપ થશે. સભાના અંતે મુખ્યમંત્રીએ તમામ કાર્યકરોને એકજુથ થઈને 'વિકાસની રાજનીતિ' ને આગળ વધારવા માટે આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનોખી પહેલ
સ્ટેજ પર બેસવાને બદલે પ્રેક્ષકની ખુરશીમાં બેઠા CM
ગાંધીનગર ખાતે નારીશક્તિ વંદન સંમેલનનું આયોજન
મહિલાલક્ષી કાર્યક્રમમાં સ્ટેજ પર મહિલાઓને સ્થાન
ગાંધીનગરના મેયર સહિત મહિલાઓને અપાયું સ્થાન
પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી પર… pic.twitter.com/v64A25g1jr— Gujarat First (@GujaratFirst) April 15, 2026
ગાંધીનગર ખાતે નારીશક્તિ વંદન સંમેલન યોજાયું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનોખી પહેલ. CM ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેજ પર બેસવાને બદલે પ્રેક્ષકની ખુરશીમાં બેઠા હતા. તો ગાંધીનગર ખાતે નારીશક્તિ વંદન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાલક્ષી કાર્યક્રમમાં સ્ટેજ પર મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. ગાંધીનગરના મેયર સહિત મહિલાઓને અપાયું સ્થાન. પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી શૈલીમાં રમૂજ પણ કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad: સાયન્સ સીટી વિસ્તારમાં ભયાનક અકસ્માત, લક્ઝરી કારમાંથી મળી દારૂની બોટલો


