Semiconductor Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ
સાણંદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પાંચ મહિનામાં ત્રીજા પ્લાન્ટનું લોકાર્પણ એ રાજ્યની વધતી જતી આર્થિક ક્ષમતા દર્શાવે છે. કોરોનાના કપરા કાળમાંથી બોધપાઠ લઈને દેશે સેમીકન્ડક્ટર ક્ષેત્રે સ્વનિર્ભર બનવાનું બીડું ઝડપ્યું છે.
Advertisement
Semiconductor Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સાણંદ ખાતે યોજાયેલા સેમીકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણ સમારોહમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 'વિકસિત ભારત'નું સપનું સાકાર થવાની દિશામાં દેશ અવિરત આગળ વધી રહ્યો છે. આર્થિક વિકાસના નવા ક્ષેત્રોના દ્વાર ખુલી રહ્યા છે, જેમાં સેમીકન્ડક્ટર ઉત્પાદનનું ક્ષેત્ર દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે.

