ભાજપનો વિરોધ કરતાં કરતાં ભારતનો વિરોધ..! CM Bhupendrabhai Patel એ કોંગ્રેસને આપ્યો જવાબ
દિલ્હી AI સમિટમાં કોંગ્રેસે (Congress) કરેલા વિરોધ પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આકરી ટીકા કરી છે. તેમણે આ વિરોધને 'માનસિક અસ્થિરતા' અને 'સસ્તી પ્રસિદ્ધિ' મેળવવાનું સાધન ગણાવ્યું હતું. CM એ ઉમેર્યું કે ભાજપનો વિરોધ કરતાં કરતાં કોંગ્રેસ ભારતનો વિરોધ રહી છે અને આ બદલ તેમણે દેશની માફી માંગવી જોઈએ.
Advertisement
- CM Bhupendrabhai Patel એ કોંગ્રેસના વિરોધની કરી ટીકા
- AI સમિટમાં કોંગ્રેસના ટોપલેસ વિરોધની CMએ કરી નિંદા
- AI સમિટમાં વિરોધને પગલે CMના કોંગ્રેસ પર પ્રહાર
CM Bhupendrabhai Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હીમાં આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) સમિટમાં કોંગ્રેસ (Congress) દ્વારા ક કરેલા વિરોધ પ્રદર્શનની આકરા શબ્દોમાં નિંદા કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત (India) વૈશ્વિક મંચ પર પોતાની ટેકનોલોજીકલ શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના આવા નકારાત્મક કૃત્યો તેમની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે.

