Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

CM Bhupendrabhai પટેલનું નિવેદન : ભારત-અમેરિકા કરારથી યુવાશક્તિ, ઉદ્યોગો-ખેડૂતોને લાભ

CM Bhupendrabhai પટેલે ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારને લઈને આનંદ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે આ કરારને બંને દેશો વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય ગણાવ્યો છે. આ કરાર અંતર્ગત અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને તેને 18 ટકા સુધી લાવી દેવામાં આવ્યો છે.
cm bhupendrabhai પટેલનું નિવેદન   ભારત અમેરિકા કરારથી યુવાશક્તિ  ઉદ્યોગો ખેડૂતોને લાભ
Advertisement
  • ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર : ભારતીય ઉત્પાદનો પર ટેરિફમાં ધરખમ ઘટાડો, CM Bhupendrabhai પટેલની પ્રતિક્રિયા
  • મેક ઈન ઈન્ડિયાને મોટું બળ : અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડ્યા, CM ભૂપેન્દ્રભાઈનો PM મોદીને આભાર
  • ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો અધ્યાય : ટેરિફમાં ધરખમ ઘટાડો, MSME-ખેડૂતોને નવી તકો
  • PM મોદીની કુનેહને સલામ : ભારતીય ઉત્પાદનો પર અમેરિકન ટેરિફ ઘટાડા પર CMનો ઉત્સાહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel)  ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારને લઈને આનંદ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે આ કરારને બંને દેશો વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય ગણાવ્યો છે. આ કરાર અંતર્ગત અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને તેને 18 ટકા સુધી લાવી દેવામાં આવ્યો છે.

CM Bhupendrabhai પટેલનું મહત્વપૂર્ણ નિવેદન

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણયથી ભારત-અમેરિકા વચ્ચેના વેપારને નવી ઊર્જા મળશે અને બંને દેશોના આર્થિક સહયોગને વધુ મજબૂતી મળશે. તેમણે કહ્યું કે “આ સમાચાર ભારત માટે અત્યંત આનંદના છે. આ નિર્ણયથી ‘મેક ઈન ઈન્ડિયા’ને વધુ બળ મળશે અને ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે.”

Advertisement

Advertisement

રોજગારીની તકોમાં થશે વધારો

આ કરારથી ખાસ કરીને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), ખેડૂતો, યુવાશક્તિ અને વિવિધ ઉદ્યોગોને નવી તકો મળવાની સંભાવના છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણયથી ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ઉદ્યોગો અને નિકાસકારોને નવી બજારોમાં પ્રવેશ મળશે અને રોજગારીની તકોમાં વધારો થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માન્ય આભાર

આ સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી કુનેહ અને દૂરંદેશી પર દેશવાસીઓને ગર્વ છે. 140 કરોડ ભારતીયોના હિત પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા માટે અમે હંમેશા ગર્વ અનુભવીએ છીએ.”

વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન થશે મજબૂત

આ ઐતિહાસિક કરારને લઈને મુખ્યમંત્રીએ બંને દેશો વચ્ચેની મૈત્રી અને વ્યૂહાત્મક ભાગીદારીના આ મહત્વપૂર્ણ પડાવ બદલ પણ હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કરાર ભારતની આર્થિક વૃદ્ધિને નવી ગતિ આપશે અને વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

આ નિર્ણયથી ભારતીય નિકાસમાં વધારો થવાની સંભાવના છે, ખાસ કરીને ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ કોમ્પોનન્ટ્સ, હસ્તકલા અને કૃષિ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં પ્રગતિ શક્ય બની શકે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ અને નિકાસકારો પણ આ વિકાસને લઈને ઉત્સાહિત છે અને તેનો લાભ ઉઠાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો-Gandhinagar Water Conservation : આગામી ચોમાસામાં જળસંચયને લઇને સંયુક્ત સમીક્ષા બેઠક

Tags :
Advertisement

.

×