ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM ભૂપેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો, કર્યો નિખાલસતા ભર્યો સંવાદ

પોતાના પ્રવાસ દરમિયાન, CM જ્યારે ઇ-બસમાં હતા, ત્યારે એક દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે.
10:11 PM Nov 02, 2025 IST | Mujahid Tunvar
પોતાના પ્રવાસ દરમિયાન, CM જ્યારે ઇ-બસમાં હતા, ત્યારે એક દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે.

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે એકતાનગર ખાતે ભારત પર્વના ઉદ્ઘાટન નિમિત્તે એકતાનગર ખાતે હતા ત્યારે આ પ્રવાસ દરમિયાન એક અણમોલ ક્ષણ સર્જાઈ હતી.

પોતાના પ્રવાસ દરમિયાન, CM જ્યારે ઇ-બસમાં હતા, ત્યારે એક દિવ્યાંગ બાળકે તેમની સાથે ફોટો પડાવવાની નિખાલસતાપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જરા પણ વિલંબ કર્યા વિના તે બાળકને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે દિવ્યાંગ બાળકનો હાથ પકડીને પોતાની પાસે બેસાડતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ બસમાં પ્રવાસ દરમિયાન બાળકની સાથે હળવો સંવાદ કર્યો અને તેની ખબર-અંતર પૂછ્યા હતા.

મુખ્યમંત્રી અને દિવ્યાંગ બાળક વચ્ચેની આ ક્ષણ સૌ કોઈ માટે અત્યંત હૃદયસ્પર્શી હતી. ભૂપેન્દ્ર પટેલે બાળકની ઈચ્છા પૂરી કરીને તેની સાથે ફોટો પણ પડાવ્યો અને તેમની સંવેદનશીલતાનો એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.

આ પણ વાંચો- Mudda Ni Vaat : માવઠાના નુકસાન વચ્ચે ખેડૂતોની પડખે ‘દાદા’ સરકાર

Tags :
Bhupendra PatelCMGandhinagar
Next Article