Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

50 વર્ષોમાં Indian Coast Guard એ દરિયાઈ સીમા સુરક્ષાનાં ઉતકૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત કર્યા : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તટ રક્ષક દળના 50 વર્ષ પૂર્ણ થવાના ઉજવણી અવસરે ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-ધ રિયલ હિરોઝ ઓફ ઇન્ડિયા’ વીડિયો બુક અને ડોક્યુમેન્ટરીનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઈન્ડિયન કોસ્ટગાર્ડ પોતાનો ધ્યેય મંત્ર ‘વયમ રક્ષામ:’ ને સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા આપત્તિ સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી તથા સમુદ્રી પર્યાવરણના સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાથી ચરિતાર્થ કરે છે તેને બિરદાવી હતી.
50 વર્ષોમાં indian coast guard એ દરિયાઈ સીમા સુરક્ષાનાં ઉતકૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત કર્યા   cm ભૂપેન્દ્રભાઈ પટેલ
Advertisement
  1. Gandhinagar માં ‘Indian Coast Guard-The Real Heroes of India’ વીડિયો બુક અને ડોક્યુમેન્ટરીનું વિમોચન
  2. તટ રક્ષક દળના 50 વર્ષ પૂર્ણ થવાના ઉજવણી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિમોચન કર્યું
  3. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ અને વરિષ્ઠ પત્રકાર ડૉ. વિવેક ભટ્ટ દ્વારા લખાયેલ વીડિયો બુક, ડોક્યુમેન્ટરીનું વિમોચન
  4. છેલ્લા 50 વર્ષોમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડે રાષ્ટ્રની દરિયાઈ સીમા સુરક્ષાનાં અનેક ઉતકૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત કર્યા : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

Gandhinagar : આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) તટ રક્ષક દળના 50 વર્ષ પૂર્ણ થવાના ઉજવણી અવસરે ‘ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ-ધ રિયલ હિરોઝ ઓફ ઇન્ડિયા’ (Indian Coast Guard-The Real Heroes of India) વીડિયો બુક અને ડોક્યુમેન્ટરીનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઈન્ડિયન કોસ્ટગાર્ડ (Indian Coast Guard) પોતાનો ધ્યેય મંત્ર ‘વયમ રક્ષામ:’ ને સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા આપત્તિ સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી તથા સમુદ્રી પર્યાવરણના સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાથી ચરિતાર્થ કરે છે તેને બિરદાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કહ્યું કે, આપત્તિના સમયે જ્યારે પોતાને માથે મોત ઊભું હોય ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વિના સામાન્ય અને સંકટમાં ફસાયેલા માનવીનો જીવ બચાવવા હંમેશા તત્પર આ તટ રક્ષકો કાયમ માટે રિયલ હીરોઝ બની રહેવાના છે. પાછલા 50 વર્ષોમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રાષ્ટ્રની દરિયાઈ સીમા સુરક્ષાનાં અનેક ઉતકૃષ્ટ ઉદાહરણો પ્રસ્થાપિત થયા છે અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ આત્મનિર્ભર ભારતની એક વિશેષ ઓળખ બન્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Advertisement

Indian Coast Guard નેવી, સ્ટેટ મરીન પો. વચ્ચે મહત્વની કડી : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોસ્ટ્ગાર્ડ ગુજરાત પોલીસની (Gujarat Police) એ.ટી.એસ. સાથેના સંકલનમાં રહીને દરિયાઈ માર્ગેથી ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા સતર્ક રહીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેને પણ બિરદાવી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડ સમુદ્ર કિનારાથી લઈને 200 નોટિકલ માઈલ સુધી સમુદ્ર વિસ્તારમાં ફરજરત રહીને ઈન્ડિયન નેવી અને સ્ટેટ મરીન પોલીસ વચ્ચે મહત્વની કડી બન્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ અને વરિષ્ઠ પત્રકાર ડૉ. વિવેકકુમાર ભટ્ટના કર્યા વખાણ

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, વરિષ્ઠ પત્રકાર ડૉ. વિવેકકુમાર ભટ્ટે (Dr. Vivekkumar Bhatt) પોતાની આ વીડિયો બુક અને ડોક્યુમેન્ટરી દ્વારા તટરક્ષક દળની શૌર્ય ગાથાને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનું રાષ્ટ્રપ્રેમનું કાર્ય કર્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરહદી વિસ્તારોમાં જેમ બી.એસ.એફ. દિવસ-રાત નિગરાની રાખે છે તેમ સમુદ્રી વિસ્તારમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ સતત બાજ નઝર રાખીને તૈનાત રહ્યું છે તે માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ઓપરેશન સિંદૂર સમયે કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રી સીમા સાચવવા માટે જે સેવાઓ આપવામાં આવી હતી તેની પણ પ્રસંશા કરી હતી.

'સુરક્ષા માટે 22 મરીન પોલીસ સ્ટે., 500 થી વધુ જવાનો કોસ્ટગાર્ડ સાથે ફરજ પર'

પોલીસ મહાનિદેશક ડૉ. કે.એન.એલ. રાવે (DGP Dr. K.N.L. Rao) આ પ્રસંગે કહ્યું કે, રાજ્યના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા અને સલામતી માટે 22 મરીન પોલીસ સ્ટેશન્સ અને મરીન ટાસ્કફોર્સના 500 થી વધુ જવાનો કોસ્ટગાર્ડ સાથે ખભે ખભા મીલાવીને ફરજ બજાવે છે. સંયુક્ત ઓપરેશનથી ડ્રગ્સને દરીયાઈ માર્ગેથી આવતુ અટકાવવાની સફળતા પણ મેળવી છે.

આ પણ વાંચો- Gandhinagar: ભારતીય કોસ્ટ ગાર્ડના 50 વર્ષની ઉજવણી, 'તટરક્ષક' ડોક્યુમેન્ટરી અને વીડિયો બુકનું ભવ્ય લોન્ચિંગ

'50 વર્ષોમાં ભારતીય તટરક્ષક દળ દેશના દરિયાકાંઠાની સુરક્ષાની અડગ ઢાલ બન્યું'

કોસ્ટગાર્ડના આઈ.જી. ડી. શષીકુમારે (IG D. Shashikumar) 50 વર્ષની ઉજવણીના આ અવસરને ગરીમામય ગણાવતા કહ્યું કે, આ 50 વર્ષોમાં ભારતીય તટરક્ષક દળ દેશના દરિયાકાંઠાની સુરક્ષાની અડગ ઢાલ બન્યું છે એટલું જ નહિ, વાવાઝોડું, વરસાદ, દરિયાઈ તુફાન જેવા વિપદાના સમયે સ્થાનિક પ્રશાસનની મદદમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં પણ મોખરે રહે છે. તેમણે ઈન્ડિયન કોસ્ટગાર્ડને ગુજરાત સરકાર દ્વારા મળી રહેલા સહયોગની સરાહના કરતાં મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડૉ. વિવેક ભટ્ટનું આ પુસ્તક યુવાઓ-આવનારી પેઢી માટે રાષ્ટ્રપ્રેમનું ઉદાહરણ બનશે

પુસ્તકના લેખક ડૉ. વિવેક ભટ્ટે (Dr. Vivekkumar Bhatt) સૌને આવકારતા પાછલા 23 વર્ષોથી દર વર્ષે સરહદ પર જઈને ભારતીય સેનાઓ અને જવાનોનું મનોબળ વધારતી જે રોમાંચક ગાથાઓ લખી છે તેની ભૂમિકા આપી હતી અને તટરક્ષક પરનું તેમનું આ પુસ્તક દેશના યુવાઓ અને આવનારી પેઢી માટે રાષ્ટ્ર પ્રેમનું ઉદાહરણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે.દાસ (M.K. Das), શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપના ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel), ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) તથા કોસ્ટગાર્ડ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Gandhinagar: ભારતીય કોસ્ટ ગાર્ડના 50 વર્ષની સેવા નિમિતે વિશેષ કાર્યક્રમ Gujarat First દ્વારા યોજાયો

Tags :
Advertisement

.

×