ખડગેના 'અભણ' વાળા નિવેદનથી ગુજરાતનું અપમાન, CM Bhupendrabhai Patel એ કોંગ્રેસને બરાબરની ઝાટકી
- ખડગેના નિવેદન પર CM Bhupendrabhai Patel નો વળતો પ્રહાર
- સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી કોંગ્રેસને આપ્યો જવાબ
- ખડગેના નિવેદનને ગણાવ્યું ગાંધી-સરદારનું અપમાન
- ગુજરાત વિરોધી માનસિકતા સામે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો આક્રોશ
- કોંગ્રેસની અસુરક્ષા અને હતાશાનો પોસ્ટમાં કર્યો ઉલ્લેખ
- ગુજરાતની ગરિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હોવાનો દાવો
CM Bhupendrabhai Patel : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ખડગેના 'અભણ' વાળા નિવેદન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટ લખીને આકરો વળતો પ્રહાર કર્યો છે. મુખ્યમંત્રીએ આ નિવેદનને માત્ર રાજકીય નિવેદન નહીં, પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર CM ભૂપેન્દ્રભાઈ પટેલની પોસ્ટ
સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી CM ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેના અભણ વાળા નિવેદન મુદ્દે આપ્યો જવાબ
મલ્લિકાર્જૂન ખડગેના નિવેદનને ગણાવ્યું અત્યંત વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ
"સાડા 6… pic.twitter.com/EQTRsYUTcI— Gujarat First (@GujaratFirst) April 5, 2026
CM Bhupendrabhai Patel: ગાંધી અને સરદારની ભૂમિનું અપમાન
મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાનું આ નિવેદન અત્યંત વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આ માત્ર વર્તમાન ગુજરાતનું જ નહીં, પરંતુ મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર પટેલ (Sardar Patel) જેવા મહાનુભાવોની પવિત્ર ભૂમિની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે, ત્યારે આવા શબ્દો કોંગ્રેસની સંકુચિત માનસિકતા (Narrow mindset) છતી કરે છે.
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं।
इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस…
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 5, 2026
વિકાસની રાજનીતિથી કોંગ્રેસમાં અસુરક્ષા
cm ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિ અને વધતા જનસમર્થન સામે કોંગ્રેસ હવે અસુરક્ષા અનુભવી રહી છે. આ પ્રકારના નિવેદનો કોંગ્રેસ પક્ષની અગવડતા અને હતાશા દર્શાવે છે. ગુજરાતની જાગૃત જનતા (Aware Citizens) હંમેશા આવા અપમાનજનક નિવેદનોનો યોગ્ય જવાબ આપતા જાણે છે.
કેરળમાં પણ જનતા જવાબ આપશે
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે ગુજરાતે કોંગ્રેસને નકારી છે, તેવી જ રીતે કેરળના (Kerala) લોકો પણ કોંગ્રેસની આ નકારાત્મકતાને ઓળખી જશે અને ભાજપના વિકાસના મોડેલને ટેકો આપશે. રાજકીય ક્ષેત્રે ગરિમા જાળવવાને બદલે કોંગ્રેસ વ્યક્તિગત અને પ્રાંતીય આક્ષેપો પર ઉતરી આવી હોવાનું મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનાએ પણ પ્રહાર કર્યા
મલિક્કાર્જુન ખડગેએ કરેલા ગુજરાતીઓના અપમાનનો મુદ્દોએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માના પ્રહાર કર્યા છે, અને કહ્યું કોંગ્રેસ વાંરવાર ગુજરાતીઓનું અપામન કરે છે. અને "કોંગ્રેસના મનમાં ગુજરાતીઓ પ્રત્યે આટલું ઝેર કેમ"
આ પણ વાંચો : Ahmedabad: કોંગ્રેસે ફૂંક્યું ચૂંટણીનું રણશિંગું, 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર


