ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક જ પાંજરાપોળની મુલાકાતે

CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાંજરાપોળની મુલાકાતે ગાંધીનગર સેક્ટર-30ની પાંજરાપોળની મુલાકાત લીધી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ મેળવ્યો તાગ મનપા દ્વારા પાંજરાપોળનું સંચાલન કરાય છે ACS પંકજ જોષી પણ મુખ્યમંત્રીની સાથે રહ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે અચાનક GMC સંચાલિત પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે...
01:50 PM Nov 17, 2023 IST | Vipul Pandya
CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાંજરાપોળની મુલાકાતે ગાંધીનગર સેક્ટર-30ની પાંજરાપોળની મુલાકાત લીધી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ મેળવ્યો તાગ મનપા દ્વારા પાંજરાપોળનું સંચાલન કરાય છે ACS પંકજ જોષી પણ મુખ્યમંત્રીની સાથે રહ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે અચાનક GMC સંચાલિત પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે...

CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાંજરાપોળની મુલાકાતે
ગાંધીનગર સેક્ટર-30ની પાંજરાપોળની મુલાકાત લીધી
સુવિધાઓ અંગે મુખ્યમંત્રીએ મેળવ્યો તાગ
મનપા દ્વારા પાંજરાપોળનું સંચાલન કરાય છે
ACS પંકજ જોષી પણ મુખ્યમંત્રીની સાથે રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે અચાનક GMC સંચાલિત પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ગાંધીનગરમાં સેક્ટર 30માં આવેલા પાંજરાપોળની મુલાકાત લઇને ત્યાં રહેલી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો.

ઓચિંતા જ GMC સંચાલિત પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે ઓચિંતા જ GMC સંચાલિત પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અચાનક પહોંચતા ઉપસ્થિત કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેમણે પશુઓની સારસંભાળ કેવી રીતે રખાય છે તે સહિતના મુદ્દાઓની માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીએ પાંજરાપોળમાં પશુઓને અપાતી સુવિધાઓ તથા સારવાર અને ઘાસચારા સહિતની માહિતી મેળવી

ગાંધીનગરમાં સેક્ટર 30માં મુક્તિધામ પાસે આવેલા પાંજરાપોળની મુલાકાત લઇને મુખ્યમંત્રીએ પાંજરાપોળમાં પશુઓને અપાતી સુવિધાઓ તથા સારવાર અને ઘાસચારા સહિતની માહિતી મેળવી હતી. બિમાર પશુઓ વિશે પણ તેમણે માહિતી મેળવીને તેમની દેખભાળ બાબતે જરુરી સબચન કર્યા હતા.

પૂર્વનિર્ધારિત આયોજન વગર જ પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા

મુખ્યમંત્રી પૂર્વનિર્ધારિત આયોજન વગર જ પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં તેમની સાથે ACS પંકજ જોષી પણ હાજર રહ્યા હતા. પાંજરાપોળની સુવિધાઓ અને પરિસ્થિતિનો સીએમએ તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો----GANDHINAGAR : રાંધેજા પેથાપુર પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

Tags :
CM Bhupendrabhai PatelGandhinagarPanjarapol
Next Article