Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CM કેજરીવાલ જેલમાં જ રહેશે, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કર્યો

Delhi Liquor Scam : દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ (Delhi Liquor Scam) સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આ...
cm કેજરીવાલ જેલમાં જ રહેશે  દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કર્યો
Advertisement

Delhi Liquor Scam : દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ (Delhi Liquor Scam) સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલામાં મોટો નિર્ણય સંભળાવતા કેજરીવાલના જામીન પર સ્ટે યથાવત રાખ્યો છે. આ નિર્ણય બાદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં જ રહેશે.

EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમને મળેલા જામીન પર સ્ટે મુક્યો છે. દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં અનેક ખામીઓને ટાંકીને આમ આદમીના રાષ્ટ્રીય કન્વીનર વિરુદ્ધ EDની અરજી પર આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે આજે સ્પષ્ટપણે કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલના જામીન પરનો સ્ટે ચાલુ રહેશે. EDએ તેમના જામીન રદ કરવા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર હાઈકોર્ટે સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી જામીન પર સ્ટે ચાલુ રાખવાનો નિર્ણય આપ્યો છે. જેનો અર્થ એ છે કે, દારૂના કથિત કૌભાંડ (Delhi Liquor Scam) માં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અત્યારે જેલમાં જ રહેવું પડશે. અગાઉ, જસ્ટિસ સુધીર કુમાર જૈનની બેન્ચે 21 જૂને ટ્રાયલ કોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકીને આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી જામીનના આદેશનો અમલ કરવામાં આવશે નહીં.

Advertisement

Advertisement

  • જેલમાં જ રહેશે CM અરવિંદ કેજરીવાલ
  • EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો
  • ટ્રાયલ કોર્ટના આદેશ પર HCનો સ્ટે યથાવત્
  • રાઉજ એવન્યુ કોર્ટે આપ્યા હતા જામીન
  • ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન ન આપ્યુંઃ HC
  • આ PMLA હેઠળ જામીનનો કેસ છે: HC
  • નીચલી અદાલતે EDને તક ન આપી: HC
  • અમે બંને પક્ષની દલીલો સાંભળી: HC

નીચલી અદાલતે EDને તક ન આપી : HC

હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ઈડીએ જે કહ્યું છે તે વિશેષ કોર્ટે કહ્યું છે કે આટલી મોટી ફાઈલ (તમામ દસ્તાવેજો) વાંચવી મુશ્કેલ છે. રાઉસ એવન્યુ કોર્ટની આ ટિપ્પણી યોગ્ય નથી. હાઈકોર્ટે કહ્યું છે કે EDની દલીલો સાંભળવી જોઈતી હતી, જે સ્પેશિયલ કોર્ટે કરી નથી. EDને સાંભળવામાં આવ્યું ન હતું. હાઈકોર્ટે કહ્યું કે એવું લાગે છે કે PMLAની કલમ 45 પર વિચાર કરવામાં આવ્યો નથી. આ નીચલી કોર્ટના આદેશમાં ખામી છે. ચુકાદામાં જણાવાયું છે કે ટ્રાયલ કોર્ટે તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો નથી.

રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા હતા જામીન

ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટના વિશેષ ન્યાયાધીશ ન્યાય બિંદુએ 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીને 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કેજરીવાલને દેશ ન છોડવા અને સાક્ષીઓ કે પુરાવાઓને પ્રભાવિત ન કરવા જેવી શરતો સાથે રાહત આપી હતી. ગુરુવારે રાત્રે 8 વાગે નિર્ણય આવ્યા બાદ કેજરીવાલ શુક્રવારે મુક્ત થવાના હતા. તે જેલમાંથી બહાર આવે તે પહેલા EDએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે તેમના જામીન પરના વચગાળાના સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. જોકે, કોર્ટે ઝડપી સુનાવણી કરવાનો અથવા સ્ટે ઉઠાવવાનો ઇનકાર કર્યો અને મામલો 26 જૂન સુધી મુલતવી રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોશે.

આ પણ વાંચો - ભારતમાં કેટલી વખત લગાવવામાં આવી Emergency? જાણો કયા સંજોગોમાં લાદી શકાય

આ પણ વાંચો - Arvind Kejriwal હવે જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, દિલ્હી હાઈકોર્ટમાંથી મળ્યો ઝટકો

Tags :
Advertisement

.

×