Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Coach Suspended : મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કરવા બદલ મહિલા કોચ સસ્પેન્ડ

હરિયાણા સરકારમાં મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરનાર જુનિયર મહિલા કોચને સસ્પેન્ડ કરવામાં આવી છે. રમતગમત વિભાગના નિર્દેશક યશેન્દ્ર સિંહે સસ્પેન્શનનો આદેશ જારી કર્યો છે. મહિલા કોચનો દાવો છે કે અધિકારીઓ સતત તેના પર મુખ્યમંત્રી મનોહર લાલ...
coach suspended   મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કરવા બદલ મહિલા કોચ સસ્પેન્ડ
Advertisement

હરિયાણા સરકારમાં મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરનાર જુનિયર મહિલા કોચને સસ્પેન્ડ કરવામાં આવી છે. રમતગમત વિભાગના નિર્દેશક યશેન્દ્ર સિંહે સસ્પેન્શનનો આદેશ જારી કર્યો છે. મહિલા કોચનો દાવો છે કે અધિકારીઓ સતત તેના પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ આ મામલે ન ખેંચવા માટે દબાણ કરી રહ્યા હતા.

મહિલા કોચે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે રમત વિભાગે 11 ઓગસ્ટ, 2023ના રોજ સસ્પેન્શનનો આદેશ જારી કર્યો હતો, પરંતુ વિભાગના કર્મચારીઓએ સોમવારે મોડી રાત્રે આ આદેશ કોચને મોકલી આપ્યો છે. કોચે એમ પણ કહ્યું છે કે તેને કોઈપણ ચેતવણી આપ્યા વિના સસ્પેન્ડ કરવામાં આવી છે. સત્તાવાળાઓએ પણ સસ્પેન્શન ઓર્ડર માટે કોઈ સંતોષકારક કારણ આપ્યું નથી.

Advertisement

કોચિંગ પર 4 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

જુનિયર મહિલા કોચે જણાવ્યું છે કે રમત વિભાગના અધિકારીઓએ છેલ્લા 4 મહિનાથી સ્ટેડિયમમાં તેના કોચિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે તેની રમત કારકિર્દી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.

Advertisement

કોચે ચંદીગઢમાં કેસ દાખલ કર્યો હતો

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 26 ડિસેમ્બરે જુનિયર મહિલા કોચે તત્કાલિન રમત મંત્રી સરદાર સંદીપ સિંહ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. માત્ર ત્રણ દિવસ બાદ જ તેણે ચંદીગઢ પોલીસને આ બાબતની ફરિયાદ કરી હતી. તે જ સમયે, 31 ડિસેમ્બરે, પોલીસે મંત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. FIR દાખલ થયા બાદ રમતગમત મંત્રી સંદીપ સિંહ પાસેથી રમત વિભાગ છીનવી લેવામાં આવ્યો હતો. ચંદીગઢ પોલીસ કેસ નોંધ્યાના સાત મહિના પછી પણ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી શકી નથી.

પોલીગ્રાફી ટેસ્ટ આપવાની ના પાડી

હરિયાણા સરકારના મંત્રી સંદીપ સિંહ અત્યાર સુધી તેમના પર લાગેલા યૌન શોષણના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવતા આવ્યા છે. જો કે, જ્યારે ચંદીગઢ પોલીસે આ કેસમાં સંદીપનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની પરવાનગી માંગી તો તેણે સંમતિ આપવાનો ઈન્કાર કરી દીધો. જ્યારે સંદીપના વકીલને પૂછવામાં આવ્યું કે તેણે ટેસ્ટની ના પાડી કેમ? તો તેના જવાબમાં તેણે કહ્યું કે પોલીગ્રાફી ટેસ્ટની કોઈ પુરાવાની કિંમત નથી. આ સિવાય માત્ર તપાસમાં વિલંબ કરવા અને સંદીપ સિંહને હેરાન કરવા માટે છે.

આ પણ વાંચો : Delhi News : દિલ્હીવાસીઓ માટે ખરાબ સમાચાર, યમુના ખતરાની નિશાની પર પહોંચી

Tags :
Advertisement

.

×