Junagadh : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢમાં રસાકસી, આ બે બેઠક બની પ્રતિષ્ઠાનો જંગ!
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં Junagadh માં રસાકસી!
- માણાવદર અને વિસાવદરની બેઠકો બની પ્રતિષ્ઠાનો જંગ
- ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોની સોગઠાબાજી!
- પૂર્વ મંત્રી જવાહર ચાવડાના અંગત ટેકેદારો છે આપના ઉમેદવારો
- ભાજપ પણ માણાવદર અને વિસાવદરમાં બન્યું છે સક્રિય
- AAP એ અન્ય પક્ષો કરતા વહેલા ઉમેદવારો કર્યા છે જાહેર
Junagadh : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોની સોગઠાબાજી જોવા મળી રહી છે. ખાસ કરીને જૂનાગઢમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. કારણ કે, માણાવદર (Manavadar) અને વિસાવદરની (Visavadar) બેઠકો પ્રતિષ્ઠાનો જંગ બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાના (Jawaharbhai Chavda) અંગત ટેકેદારો જ આપના ઉમેદવારો હોય તેવી વિગતો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં Junagadh માં રસાકસી!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. જો કે, ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ રાજકીય પક્ષો વચ્ચે સોગઠાબાજીનો દોર જોર પકડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં (Junagadh) માણાવદર અને વિસાવદરની બેઠકો પર તીવ્ર રસાકસી જોવા મળી રહી છે. આ બંને વિસ્તારો પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ ગયા છે, જ્યાં તમામ મુખ્ય પક્ષો પોતાની તાકાત દાખવવા માટે સક્રિય બન્યા છે. પૂર્વ મંત્રી અને જાણીતા નેતા જવાહર ચાવડાના અંગત ટેકેદારો આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયા હોય તેવી વિગતો મળી છે.
આપ એ અન્ય પક્ષો કરતા વહેલા ઉમેદવારો કર્યા છે જાહેર
આપ એ આ વિસ્તારોમાં પોતાના ઉમેદવારોને મજબૂતીથી ટેકો આપવાની વ્યૂહરચના ઘડી છે. વિસાવદર અને માણાવદરમાં આપ એ અન્ય પક્ષો કરતાં વહેલા ઉમેદવારોની જાહેરાત કરીને પોતાની તૈયારીઓ દર્શાવી છે. નગરપાલિકા તેમ જ તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ બેઠકો પર આપ એ વિશેષ ભાર મૂક્યો છે.
આ પણ વાંચો - ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: 3 IAS અધિકારીઓની બદલી અને સચિવને મળ્યું 1 વર્ષનું Extension
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પણ સંમેલન
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP) પણ માણાવદર અને વિસાવદરમાં સક્રિય થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આ બંને વિસ્તારોમાં કાર્યકર્તા સંમેલન સંબોધવાના છે. આ સંમેલનો દ્વારા ભાજપ પોતાના કાર્યકર્તાઓને મોટિવેટ કરવા અને વ્યૂહરચના ઘડવા માટે પ્રયાસ કરશે. ભાજપે પણ સ્થાનિક સ્તરે તૈયારીઓ તેજ કરી છે અને પ્રતિષ્ઠા જાળવવા માટે પૂર્ણ તાકાત લગાવવા માટે તૈયાર છે. આ ચૂંટણીમાં માણાવદર અને વિસાવદરની બેઠકો માત્ર સ્થાનિક સ્તરની નહીં, પરંતુ જિલ્લા અને રાજ્ય સ્તરે પણ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગઈ છે.
આ પણ વાંચો - Gujarat Legislative Assembly નું સત્ર પૂર્ણ, આ મુદ્દાઓ રહ્યા મહત્વપૂર્ણ?


