ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trainee Psi : ગુજરાત પોલીસના અધિકારીને રજા મેળવવી પડી ભારે...

Trainee Psi : સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓને ક્યારેક રજા મળતી નથી અને ત્યારે તેઓ રજા મેળવવા માટે ગતકડાં કરતાં રહે છે. જો કે એક પોલીસ અધિકારીએ રજા મેળવવા માટે કરેલી ભુલ તેને જ ભારે પડી છે. આ...
06:00 PM Feb 09, 2024 IST | Vipul Pandya
Trainee Psi : સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓને ક્યારેક રજા મળતી નથી અને ત્યારે તેઓ રજા મેળવવા માટે ગતકડાં કરતાં રહે છે. જો કે એક પોલીસ અધિકારીએ રજા મેળવવા માટે કરેલી ભુલ તેને જ ભારે પડી છે. આ...
fake_invitation_card_case

Trainee Psi : સરકારી કે ખાનગી કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓને ક્યારેક રજા મળતી નથી અને ત્યારે તેઓ રજા મેળવવા માટે ગતકડાં કરતાં રહે છે. જો કે એક પોલીસ અધિકારીએ રજા મેળવવા માટે કરેલી ભુલ તેને જ ભારે પડી છે. આ ટ્રેઇની પીએસઆઇ (Trainee Psi)એ રજા મેળવવા માટે નકલી આમંત્રણ પત્રિકા બનાવી હતી પણ આખરે ભાંડો ફૂટી ગયો છે અને ટ્રેઇની પીએસઆઇ (Trainee Psi)ની સામે પોલીસમાં ફરિયાદ કરાઇ છે તથા તેને સસ્પેન્ડ પણ કરાયો છે.

શું છે ફરિયાદ ?

કરાઇ પોલીસ અકાદમીમાં પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઇ હમીરભાઇ આલ ટ્રેઇની પીએસઆઇ છે અને તેમની સામે નોંધાયેલી ફરિયાદ મુજબ મુન્નાભાઇને સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેવું લાગતાં પોતાની સગાઇ નિમી નામની કાલ્પનિક વ્યક્તિ સાથે 1 ડિસેમ્બર 2023ના રોજ હોવાનું ખોટું કારણ દર્શાવી રજા રિપોર્ટ સાથે ખોટી આમંત્રણ પત્રિકા રજૂ કરી હતી અને પોતાના વતનમાં ગયો હતો. ફરિયાદ મુજબ મુન્નાભાઇએ ગ્રાફિક ડિઝાઇનર પ્રિન્ટરને ત્યાંથી તૈયાર કરેલ હોય તેવી જ અદ્દલોઅદ્લ કાર્ડ બનાવ્યું હતું. ઉપરી અધિકારીને પહેલી જ દ્રષ્ટીએ આ કાર્ડ બોગસ હોવાનું લાગતાં તપાસ કરી હતી. પૂછપરછમાં મુન્નાભાઇએ આ બોગસ કાર્ડ અમદાવાદમાં રહેતા તેના મિત્ર ચિરાગ પંચાલની મદદથી બનાવી હોવાનું જણાવ્યું હતું.

ડભોડા પોલીસ મથકમાં આ ટ્રેઇની પીએસઆઇની સામે ફરિયાદ

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ મથકમાં આ ટ્રેઇની પીએસઆઇની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વાસ્તવમાં આ ટ્રેઇની પીએસઆઇએ રજા મેળવવા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવી હતી પણ તેના ઉપરી અધિકારીઓને શંકા જતાં આખરે ભાંડો ફૂટી ગયો હતો.

ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો

તપાસમાં બહાર આવ્યું કે આ ટ્રેઇની પીએસઆઇએ રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવી હતી અને તેથી નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેઈની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે.

રજા મેળવવા સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું

ટ્રેઇની પીએસઆઇને લાગ્યું હશે કે તેને રજા નહીં મળે તેથી તેણે રજા મેળવવા સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવ્યું હતું અને આ તેના ઉપરી અધિકારીના ધ્યાને આવતા કાર્યવાહી કરાઈ હતી. સામાન્ય રીતે રજા મેળવવા માટે કર્મચારીઓ ખોટા બહાના કાઢતા હોય છે પણ આ ટ્રેઇની પીએસઆઇએ તો સીધુ નકલી આમંત્રણ કાર્ડ જ બનાવી દીધું હતું અને આખરે તેને પોતાની ભુલનું પરિણામ ભોગવવું પડ્યું છે. પોલીસ તંત્રમાં ગેરશિસ્ત ક્યારેય ચલાવી લેવાતું નથી અને તેથી જ ટ્રેઇની પીએસઆઇને સસ્પેન્ડ કરાયો છે અને તેની સામે પોલીસ ફરિયાદ પણ થઇ છે.

આ પણ વાંચો----GUJARAT POLICE : IPS અધિકારીઓની બઢતી-બદલીનું કોકડું ક્યાં ગુચવાયું ? જાણો

ઇનપુટ----નિકુંજ જાની, ગાંધીનગર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Dabhoda Police Stationfake invitation cardGandhinagarGujaratGujarat FirstGujarat PoliceleavePolice complaintPolice Sub InspectorsuspendTrainee Psi
Next Article