Khyati Hospital નાં આ તબીબની રાજકોટમાં પણ હોસ્પિટલ! ચેરમેનની ધરપકડમાં લાગી શકે છે વધુ સમય, જાણો કારણ
- Khyati Hospital નાં કાંડમાં પોલીસની કાર્યવાહી
- ડૉ. પ્રશાંત વજિરાણીને તબીબી તપાસ માટે સોલા સિવિલ લવાયા
- ચેરમેન કાર્તિક પટેલની ધરપકડમાં વધુ સમય લાગે તેવી સંભાવના
- ડૉ. સંજય પટોળિયાની તપાસમાં ખુલ્યા અનેક રાઝ!
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલનાં 'મોતનાં કાંડ' બાદ સંચાલકો વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) ચેરમેન કાર્તિક પટેલ, ડૉ. વજિરાણી, ડૉ. સંજય પાટોડિયા, રાજશ્રી કોઠારી અને ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે ડૉ. પ્રશાંત વજિરાણીની ધરપકડ કરાઈ હતી. આજે તેમને સોલા સિવિલ (Sola Civil Hospital) લઈ જવામાં આવ્યા છે. ચેરમેન કાર્તિક પટેલની ધરપકડમાં સમય લાગી શકે છે. જ્યારે, ડૉ. સંજય પટોળિયાને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ પણ વાંચો - Ahmedabad : Khyati Hospital માં Gujarat First નું રિયાલિટી ચેક, થયાં ચોંકાવનારા ખુલાસા!
Ahmedabad: Khyati Hospital ના સંચાલકો પર વધી ભીંસ | Gujarat First@CMOGuj @irushikeshpatel @Dwivedi_D #Gujarat #KhyatiHospital #PMJAY #AyushmanBharat #HealthScheme #Angioplasty #gujaratfirst pic.twitter.com/9sA4HC5gym
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
ડૉ. પ્રશાંત વજિરાણીને સોલા સિવિલ લવાયા, ડો. કાર્તિક પટેલ વિદેશમાં!
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) કારનામા બાદ પોલીસે હોસ્પિટલનાં સંચાલકો અને તબીબો વિરૂદ્ધ સકંજો કસવાનું શરૂ કર્યું છે. ગઈકાલે ડો. પ્રશાંત વજિરાણીની (Dr. Prashant Vajirani) ધરપકડ કરાઈ હતી. ત્યારે આજે તેમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી તબીબી તપાસ માટે સોલા સિવિલ લઈ જવાયા છે. મેડિકલ ચેકઅપ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાશે. બીજી તરફ પોલીસે અન્ય ડોક્ટરને પકડવાની પણ કાર્યવાહી હાથ ધરી. દરમિયાન, એવી માહિતી મળી છે કે હોસ્પિટલનાં ચેરમેન કાર્તિક પટેલની (Dr. Karthik Patel) ધરપકડમાં વધુ સમય લાગી શકે છે. કારણ કે, કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ઓસ્ટ્રેલિયાથી આવ્યા બાદ તેમની ધરપકડ થઈ શકે છે.
Rajkot: Khyati Hospital ના કાંડી Dr. Sanjay Patoliya ના ખૂલ્યા રાઝ | Gujarat First@CMOGuj @irushikeshpatel @Dwivedi_D @CollectorRjt #KhyatiHospitalScandal #DrSanjayPatolia #RajkotNews #NewLifeHospital #MedicalNegligence #OperationCancelled #HealthcareAccountability… pic.twitter.com/ncWthZnyz0
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
આ પણ વાંચો - Vote Jihad : અમદાવાદમાં 13 અને સુરતમાં 3 સ્થળો પર ED ના દરોડા
ડો. સંજય પટોળિયાની રાજકોટમાં પણ હોસ્પિટલ!
ખ્યાતિ હોસ્પિટલનાં ડૉ. સંજય પટોળિયાની (Dr. Sanjay Patodia) તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડો. સંજય પટોળિયા રાજકોટમાં પણ એક હોસ્પિટલ ધરાવે છે. વિદ્યાનગર મેન રોડ પર 'ન્યૂ લાઇફ' નામની હોસ્પિટલ ધરાવે છે. આજે ડો. સંજય પાટોડિયા 6 જેટલા ઓપરેશન કરવાનાં હતા, જે તમામ રદ કરવામાં આવ્યા છે. સાથે જ OPD પણ રદ કરવામાં આવી છે. આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા હોસ્પિટલનાં મેડિકલ સ્ટાફ સાથે વાત કરવાની કોશિશ કરી તો સ્ટાફ કંઈ પણ કહેવા ત્યાર નહોતો. સાથે જ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ગઈકાલથી ફોન ઉઠાવી રહ્યા નથી. તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.
આ પણ વાંચો - Khyati Hospital : ચોંકાવનારા ખુલાસા! એન્જિયોગ્રાફી બિનજરૂરી હતી, યોજનાનો લાભ લેવા સ્ટેન્ડ મૂક્યું!