ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video અંગે થયો ખુલાસો, દીકરીની માતા પ્રિયંકા ગોધારા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Viral Video: કાલે સોશિયલ મીડિયામાં એક વાયરલ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક માતા પોતાની દીકરીને ક્રુરતા પૂર્વક માર મારી રહીં હતી નોંધનીય છે કે, વીડિયોના દ્રશ્યો વિચલિત પણ કરી શકે તેવા હતા. આખરે એક માતા પોતાના જ બાળક...
08:56 PM May 12, 2024 IST | VIMAL PRAJAPATI
Viral Video: કાલે સોશિયલ મીડિયામાં એક વાયરલ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક માતા પોતાની દીકરીને ક્રુરતા પૂર્વક માર મારી રહીં હતી નોંધનીય છે કે, વીડિયોના દ્રશ્યો વિચલિત પણ કરી શકે તેવા હતા. આખરે એક માતા પોતાના જ બાળક...
Viral video (Madhapar of Kutch)

Viral Video: કાલે સોશિયલ મીડિયામાં એક વાયરલ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક માતા પોતાની દીકરીને ક્રુરતા પૂર્વક માર મારી રહીં હતી નોંધનીય છે કે, વીડિયોના દ્રશ્યો વિચલિત પણ કરી શકે તેવા હતા. આખરે એક માતા પોતાના જ બાળક સાથે આટલી ક્રુરતાભર્યું વર્તન કઈ રીતે કરી શકે? તેવા અનેક સવાલો થઈ રહ્યા હતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, લોકો આ માતા પ્રત્યે ઘૃણા પણ વ્યક્ત કરી રહ્યા હતા.

વાયરલ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું અનુમાન

અત્યારે આ વીડિયો બાબતે થોડી વિગતો સામે આવી છે. તમને જણાવી દઇએ કે, આ વીડિયો કચ્છના માધાપરનો છે અને ખાસ વાત એ છે કે જૂનો વીડિયો વાયરલ થયો હતાં. મળતી જાણકારી પ્રમાણે આ વાયરલ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ બાળકીને માર મારવાનો વીડિયો મામલે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે, બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ ભુજના માધાપરની પ્રિયંકા ગોધારા સામે ફરિયાદ નોંધાવી છે. અત્યારે પોલીસ દ્વારા IPCની કલમ 323 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે બાળ ન્યાય અધિનિયમની કલમ 75 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/05/Untitled-design-4.mp4

નોંધઃ ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી

બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી

નોંધનીય છે કે, બે બાળકો સાથે માર મારનાર માતા ફરાર થઈ ગઈ હતી. આ સાથે એવા પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બાળકીની માતાએ કોઈ અન્ય યુવક સાથે રહેતી હતી. પિતાએ અત્યારે બાળકોનો કબ્જો લેવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો પ્રમાણે તેલ ઢોળાઈ જતા ગુસ્સે ભરાયેલી માતાએ બાળકીને ઢોર માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષની બાળકીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અત્યારે બાળકીના પિતા દ્વારા માધાપર પોલીસ મથકમો ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ના માનવતા કે, ના કોઈ મમતા! આ તો કેવી માતા? જુઓ આ VIDEO

આ પણ વાંચો: VADODARA : રજાના દિવસે લોકોથી ઉભરાતો કોટણા બીચ કાળ સાબિત થયો

આ પણ વાંચો: Navsari: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબ્યા! ત્રણનો આબાદ બચાવ, માતા અને બે પુત્રો સહિત 4 લાપતા

Tags :
Beautiful Viral VideoCrime NewsKutch Crime NewsKutch Latest NewsKutch newsMadhapar NewsMadhapar of KutchMadhapar viral videoVimal Prajapati
Next Article