Sanjay Nirupam: સંજય નિરુપમ સામે કોંગ્રેસની કાર્યવાહી, સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નામ હટાવી દીધું
Sanjay Nirupam: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીના બાગી નેતા સંજય નિરૂપમને પાર્ટીમાંથી હટાવી દેવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. આ સાથે કોંગ્રેસે સંજયને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ હટાવી દીધા છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે અને નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડે લેવાનો છે. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમે સંજય નિરુપમને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દીધા છે.
પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દીધા
કોંગ્રેસ નેતા સંજ્ય નિરૂપમ પર મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે કહ્યું કે, ‘તેમનું (Sanjay Nirupam) નામ સ્ટાર પ્રચારકોમાં હતું, જેને હવે રદ કરી દેવામાં આવ્યું છે. તેઓ જે રીતે નિવેદન આપી રહ્યું છે, તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તમને જણાવી દઈએ કે સંજય નિરુપમ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ શિવસેના યુબીટીએ અમોલ કીર્તિકરને અહીંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો, જેનાથી નિરુપમ નારાજ થઈ ગયા. નિરુપમે અગાઉ પણ શિવસેનાની યુબીટીની બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસનું વર્ચસ્વ રાખવાની ટીકા કરી હતી.
આ બાબતે નાના પટોલે વધુમાં કહ્યું કે, આજે અમારી એમવીએની બેઠક છે. અમે એવી બેઠકો પર દાવેદારી કરીશું ત્યા કોંગ્રેસ જીતશે. તેમણે વધુમાં કહ્યું કે, યોગ્યતાના આધારે પાર્ટી નિર્ણય લેશે. આ સાથે જ કહ્યું કે સાંગલી, ભિવંડી અને મુંબઈની બેઠકો અંગેનો નિર્ણય આજની બેઠકમાં લેવામાં આવે.
અમે બધા ભાજપ સામે લડી રહ્યા છીએઃ મહારાષ્ટ્ર કોંગ્રેસ
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષે વધુમાં કહ્યું કે, હું કોંગ્રેસી છું. હું ઉદ્ધવ ઠાકરે જેવા કડક શબ્દોને પ્રયોગ નથી કરતો.હું બોલી શકું છું પણ બોલીશ નહીં. આજની બેઠકમાં અમે આ અંગે ચર્ચા કરીશું અને કઇ બેઠક પર કયા પક્ષે ચૂંટણી લડવી તેનો ઉકેલ શોધીશું. યોગ્યતાના આધારે જ આ નિર્ણય લેવો જોઈએ. અમે બધા ભાજપ સામે લડી રહ્યા છીએ. અમે પ્રચાર પણ શરૂ કરી દીધો છે.