Gujarat Results of by-Election: કડીમાં ભાજપ વન-વે, હારનું ઠીકરું કોંગ્રેસે EVM પર ફોડ્યું
- કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
- ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત
- કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી
Gujarat Results of by-Election: કડીમાં હારનું ઠીકરું કોંગ્રેસે EVM પર ફોડ્યું છે. જેમાં કડીની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી છે. ભાજપે ગઢ જાળવી રાખ્યો, કોંગ્રેસની કારમી હાર થઇ છે. હાર સ્વીકાર્યા બાદ કોંગ્રેસના રમેશ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કોંગ્રેસના રમેશ ચાવડાએ જણાવ્યું છે કે આજનું ચૂંટણી પરિણામ અકસ્માત છે.
ભાજપના રાજેન્દ્ર ચાવડા 38,904 મતથી વિજયી બન્યા
કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 38,904 મતથી વિજયી બન્યા છે. તેમજ કોંગ્રેસના રમેશ ચાવડાની કડીની પેટાચૂંટણીમાં હાર થઇ છે. ભાજપે કડી વિધાનસભાનો પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. તથાભાજપને કડીમાં 98,836, કોંગ્રેસને 59,932 મત મળ્યા છે.
EVM માં છેડછાડ થઈ હોય તેવા રમેશ ચાવડાના આરોપ
કડીના કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી છે. તેમજ ગેર કાયદેસર રીતે હરાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં કડીમાં ખોટુ કામ થયો હોવાનો રમેશ ચાવડાએ આરોપ લગાવ્યો છે. કડીમાં માત્ર 55 ટકા મતદાન થયુ છે. મતનું નુકસાન થાય ત્યારે આટલા બધા મત કઈ રીતે મળી શકે છે. જેમાં રમેશ ચાવડાએ હારનું ઠીકરું EVM પર ફોડ્યુ છે. તથા EVM માં છેડછાડ થઈ હોય તેવા રમેશ ચાવડાના આરોપ છે.
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી
ભાજપના વિજયના કારણો :
* ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ચહેરો મતદારો આકર્ષિ ગયો
* પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સોપાયું હતું તેમનુ નેતૃત્વ વિજય માટે કારણભૂત
* ભાજપમાં સંગઠન અને સરકારનાં મંત્રીઓ સાંસદ અને ધારાસભ્યોની બેઠકો વિજય માટે પરિબળ
* કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ પ્રોજેક્ટ મતદારો આકર્ષિ ગયા
* આ બેઠક પર ત્રિપાંખિયો જંગ હતો, જેથી આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે આફતરૂપ બન્યું એનો સીધો લાભ ભાજપને
* ચૂંટણી પ્રચારમાં બળદેવજી ઠાકોર એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે જાહેર આક્ષેપો કર્યાં તે કોંગ્રેસને નડ્યા ભાજપને ફળ્યા
* પાટીદારો અને ઓબીસી મતદારોને કમળ સુધી લાવવા અગ્રણીઓનો સીધો સંપર્ક કામ લાગ્યો
* આ બેઠક પર નીતિન પટેલનું નેતૃત્વ હતું એટલે અહીં નીતિનભાઈ જ ઉમેદવાર એ મતદારો મન બનાવ્યું
* કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ ની ભેદી રાજરમત ભાજપ માટે ફાયદાકારક રહી
આ પણ વાંચો: Whatsapp Chats Leak: જાસૂસી એપ દ્વારા પત્નીની WhatsApp ચેટ કાઢવામાં આવી, કોર્ટમાં છૂટાછેડાનો આધાર બન્યો