પોરબંદરમાં બિહાર ચૂંટણી જીતની ઉજવણી, કેન્દ્રીય મંત્રીઓના કોંગ્રેસ પર પ્રહાર
Porbandar : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ને 243માંથી 200થી વધુ બેઠકો મળીને ઐતિહાસિક જીત મળી છે, જ્યારે મહાગઠબંધનને માત્ર 30થી 40 બેઠકો જ મળી શકી છે. આ જીતથી ભાજપને 91 બેઠકો અને જેડીયુને 82 બેઠકો મળી છે, જે બિહારમાં ડબલ એન્જિન સરકારને મજબૂત કરશે. આ ઐતિહાસિક જીતની ખુશીમાં ગુજરાતના પોરબંદરમાં ભાજપ કાર્યકર્તાઓએ વિશાળ ઉજવણી કરી જેમાં ફટાકડા ફોડીને મીઠાઈ વિતરણ કરી હતી.
Advertisement
- બિહાર NDA જીત પર પોરબંદરમાં ફટાકડા-મીઠાઈ : મંત્રીઓના વિપક્ષ પર પ્રહારો
- 200+ સીટોની ઐતિહાસિક જીત : પોરબંદર રેલવે સ્ટેશને ભાજપની ઉજવણી
- 'કોંગ્રેસને લોકોની નાળ પારખતા આવડતી નથી' : અર્જુન મોઢવાડિયાના આકરા પ્રહારો
- ડબલ એન્જિન સરકાર દોડશે : મનસુખ માંડવિયાનું બિહાર જીત પર નિવેદન
- મહાગઠબંધનનો 95મો પરાજય : પોરબંદરમાં ભાજપનો હરખ ભેર ઉત્સાહ