"કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયા પર છવાયેલું" ભાજપ પ્રવકતા Dr Anil Patel ના કોંગ્રેસ પર પ્રહાર!
- ભાજપ પ્રવક્તા ડો.અનિલભાઈ પટેલ (Dr Anil Patel ) કોંગ્રેસ પર બરાબરના વરસ્યા
- અમિતભાઈ ચાવડાની સો. મીડિયા પોસ્ટને લઈ સાધ્યુ નિશાન
- કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયા પર છવાયેલું છે: ભાજપ પ્રવક્તા
- વાસ્તવમાં કોંગ્રેસનું જમીન સાથે જોડાણ રહ્યું નથી: ભાજપ પ્રવક્તા
ગુજરાતમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ બન્યો છે. કોંગ્રેસ નેતા અમિતભાઈ ચાવડા (Amit Chavda) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે (Dr Anil Patel) અમિતભાઈ ચાવડાના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
'કોંગ્રેસનું જમીન સાથેનું જોડાણ તૂટ્યું'
ડૉ. અનિલભાઈ પટેલે (Dr Anil Patel) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે માત્ર સોશિયલ મીડિયા X પૂરતી મર્યાદિત રહી ગઈ છે. જમીન સાથેનું જોડાણ તૂટી ગયું છે."
Dr Anil Patel | “બગદાણામાં થયેલ ઘટના એ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો” | Gujarat First#Gujarat #BJP #DrAnilPatel #BagdanaControversy #NavneetBaldhiya #JayrajAhir #Politics #GujaratFirst pic.twitter.com/EV7PxC8B3N
— Gujarat First (@GujaratFirst) January 2, 2026
'કોઈ બે વ્યક્તિની ઘટનાને રાજનીતિ સાથે જોડો છો'
તેમણે બગદાણામાં થયેલા વિવાદને લઈ પણ નિવેદન આપ્યુ. કહ્યું આ ખરેખર મામલો કોઈ બહેન અને વ્યક્તિ વચ્ચેનો છે. તે ઘટનામાં એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. તેના પર કામ થઈ રહ્યું છે. કોઈ બે વ્યક્તિની ઘટનાને રાજનીતિ સાથે જોડો છો. એટલે જ જનતા તેમને જાકારો આપે છે.
'કસૂરવાર કોઈ પણ હોય ભાજપ સરકાર છોડતી નથી'
ગુનેગારો અને કાયદો-વ્યવસ્થા અંગે વિપક્ષના સવાલો પર ભાજપ પ્રવક્તાએ આકરો પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ગુજરાતની ભાજપ સરકાર ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી. ભલે ગમે તેટલો મોટો હોય કે કસૂરવાર હોય, કાયદો તેનું કામ કરે જ છે. ભાજપ સરકારમાં ક્યારેય કોઈ ગુનેગારને રાજકીય આશ્રય મળતો નથી અને ભવિષ્યમાં પણ મળશે નહીં."
આ પણ વાંચોઃ Bagdana: સુરતની મહિલાએ નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપ, જાણો


