ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના ખેડૂતોના અવાજને મજબૂત કરશે કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' : સોમનાથથી શરૂ, 900 કિમીનું પ્રવાસ

રાજ્યમાં કમોસમી વરસાદે રાજકીય વાતાવરણને પણ ગરમ કરી દીધું છે. પાછલા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ પણ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો અને અમિતભાઈ આગેવાની પછી સ્પાઈડરમેન કરતાં પણ વધારે એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાનીનો વળતર અપાવવા માટે વિપક્ષના રૂપમાં આક્રમક વિરોધ પ્રદર્શન રહી છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવા માટે આક્રોશ રેલી કાઢી છે.
03:14 PM Nov 06, 2025 IST | Mujahid Tunvar
રાજ્યમાં કમોસમી વરસાદે રાજકીય વાતાવરણને પણ ગરમ કરી દીધું છે. પાછલા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ પણ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો અને અમિતભાઈ આગેવાની પછી સ્પાઈડરમેન કરતાં પણ વધારે એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાનીનો વળતર અપાવવા માટે વિપક્ષના રૂપમાં આક્રમક વિરોધ પ્રદર્શન રહી છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવા માટે આક્રોશ રેલી કાઢી છે.

સોમનાથ : રાજ્યમાં કમોસમી વરસાદે રાજકીય વાતાવરણને પણ ગરમ કરી દીધું છે. પાછલા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ પણ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતો અને અમિતભાઈ આગેવાની પછી સ્પાઈડરમેન કરતાં પણ વધારે એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલા નુકશાનીનો વળતર અપાવવા માટે વિપક્ષના રૂપમાં આક્રમક વિરોધ પ્રદર્શન રહી છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવા માટે આક્રોશ રેલી કાઢી છે, જેમાં ગુજરાત કોંગ્રેસે મોટી જાહેરાત પણ કરી દીધી છે. કોંગ્રેસે જાહેરાત કરતાં કહ્યું છે કે "જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે."

ગુજરાતના ખેડૂત વર્ગની વિકટ સમસ્યાઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ આજે સોમનાથથી 'ખેડૂત આક્રોશ યાત્રા'ની શરૂઆત કરી છે. આ યાત્રા ટ્રેક્ટર પર કાઢવામાં આવી રહી છે, જેમાં ખેડૂતો અને વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. પાક નુકસાની માટે વિશેષ પેકેજ, દેવા માફી, ખોટી જમીન માપણી રદ કરવા અને ગુણવત્તાયુક્ત બિયારણની માગ જેવા મુદ્દાઓ ઉઠાવીને આ યાત્રા 13 નવેમ્બર સુધી ચાલશે.

યાત્રાની શરૂઆત પહેલા સોમનાથ મંદિર પ્રાગંભાર પરિસરમાં કોંગ્રેસે એક વિશાળ સભા યોજી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હજારો ખેડૂતો-મજૂરો ઉપસ્થિત રહ્યા. સભામાં કોંગ્રેસ નેતાઓએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી, જેમાં કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતો, સાગરપુત્રો અને મજૂરોને નુકસાનનું 100 ટકા વળતર આપવામાં આવશે. તે ઉપરાંત કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાએ કહ્યું, "જો ખેડૂતોને 100 ટકા વળતર ન આપવામાં આવે તો તેઓ તેમનો 24 મહિનાનો પગાર આપશે."

આ યાત્રા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થઈ 900 કિલોમીટરનું પ્રવાસ કરશે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સભામાં જણાવ્યું કે જમીન સંપાદનના નામે ખેડૂતો પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરવા જોઈએ. તેઓએ કહ્યું, "ખેડૂતોના હક્કોનું રક્ષણ કરવું જરૂરી છે અને સરકારે તેમની માગણીઓને તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ."

આ યાત્રા દ્વારા કોંગ્રેસ પાર્ટી ગુજરાતના ખેડૂત વર્ગને એકસૂત્રે બાંધવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનું વળતર, દેવા માફી અને જમીન માપણીની સમસ્યાઓ જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો છે. ખેડૂત આક્રોશ રેલીમાં ટ્રેક્ટરો પર બેઠેલા ખેડૂતોના જૂથોની હાજરીએ આ વિચારધારાને વધુ મજબૂત બનાવી છે. આ યાત્રા દરમિયાન વધુ માગણીઓ ઉઠી શકે છે, જે રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની શકે છે.

ઉલ્લેખનિય છે કે, કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. આ નુકશાનીના કારણે અત્યાર સુધીમાં બે ખેડૂતો આત્મહત્યા પણ કરી ચૂક્યા છે. તેથી કોંગ્રેસ ખેડૂતોને યોગ્ય વળતર આપવા બાબતે મેદાનમાં ઉતરી છે. તો બીજી તરફ સરકાર પાછલા બે દિવસથી ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવશે, તેવી જાહેરાત કરી રહી છે. તેથી ખેડૂતોમાં પણ આતુરતા જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતોને સરકાર તરફથી રાહ જોવડાવવામાં આવી રહી છે.

તેથી કોંગ્રેસ ખેડૂતોના અન્ય મુદ્દાઓને આવરીને આક્રોશ રેલી કાઢવામાં આવી છે. જે સોમનાથથી દ્વારકા સુધીની 900 કિલોમીટર સુધીની રહેશે. જેમાં લાખોની સંખ્યામાં ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓને જાણવાની કોશિશ કરવામાં આવશે. આ સમસ્યાઓને જાણીને તેમનો ઉકેલ કાઢવા માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરશે. આ દરમિયાન કોંગ્રેસે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો 100 ટકા દેવા માફી કરવામાં આવશે.

આ પણ વાંચો- Gujarat Weather: કમોસમી વરસાદ અને ઠંડી મામલે Ambalal Patel એ કરી આગાહી

Tags :
#100%Compensation#CongressGujarat#FarmerOutrageMarch#FarmerRights#LandSurvey#SaurashtraFarmer#SomaNatharelli
Next Article