Jairam Ramesh નો ગંભીર આરોપ..ECની વેબસાઇટ અપડેટ નથી...
- હરિયાણામાં તમામ પક્ષો પોતાની જીતના દાવા કરવા લાગ્યા
- કોંગ્રેસ નેતા જયરામ રમેશે લગાવ્યો ગંભીર આરોપ
- ચૂંટણી પંચની વેબસાઈટ ઘણા સમયથી અપડેટ કરવામાં આવી નથી.
- ભાજપ ચૂંટણી પંચ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે
Jairam Ramesh : હરિયાના અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના તાજા વલણો સામે આવવા લાગ્યા છે. હરિયાણામાં ચિત્ર એક્ઝિટ પોલથી વિપરીત છે. ભાજપ અહીં જોરદાર ટક્કર આપે તેવું લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવી શકે છે . જોકે, અહીં પણ અપક્ષ ઉમેદવારોની ભૂમિકા મહત્વની બની શકે છે. હજુ પરિણામો આવ્યા નથી, પરંતુ રાજકીય વર્તુળોમાંથી સતત ટિપ્પણીઓ આવવા લાગી છે. તમામ પક્ષો પોતાની જીતના દાવા કરવા લાગ્યા છે અને હાર સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh ) ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે
કોંગ્રેસ નેતા જયરામ રમેશે લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ શેર કરતા લખ્યું કે ચૂંટણી પંચની વેબસાઈટ ઘણા સમયથી અપડેટ કરવામાં આવી નથી. ભાજપ ચૂંટણી પંચ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
Like the Lok Sabha elections, in Haryana we are again witnessing slowing down of uploading up-to- date trends on the ECI website. Is the BJP trying to build pressure on administration by sharing outdated and misleading trends @ECISVEEP?
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 8, 2024
આ પણ વાંચો---Counting સમયે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાં છે...?
આ માઇન્ડ ગેમ ચાલી રહી છે
કોંગ્રેસના નેતા જયરામ રમેશનું કહેવું છે કે હરિયાણામાં બદલાતા પરિણામોથી ચિંતા કરવાની જરૂર નથી. આ માઇન્ડ ગેમ ચાલી રહી છે. 3-4 વાગ્યા સુધી મતગણતરી કેન્દ્ર પર રોકાવું જોઇએ.
ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
હરિયાણામાં લીડ લઈને ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બીજેપીનું કહેવું છે કે હરિયાણામાં જ્યાં પણ રાહુલ ગાંધીની યાત્રા થઈ ત્યાં કોંગ્રેસ હારી રહી છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બેઠક બોલાવી
કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બેઠક બોલાવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં ભાજપની લીડને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો
કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાના ધીમા આંકડાઓ જાહેર કરવા અંગે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે આંકડા જલ્દી જાહેર કરવા જોઈએ.
ECએ કોંગ્રેસના આરોપોનો જવાબ આપ્યો
કોંગ્રેસના આરોપો પર ચૂંટણી પંચે કહ્યું છે કે અમે લોકસભા ચૂંટણીમાં પણ મત ગણતરીની પ્રક્રિયા સમજાવી છે. બધું સ્પષ્ટ અને બધાની સામે છે. જો કોઈ રાજકીય પક્ષ મત ગણતરીની પ્રક્રિયા પર પુનર્વિચાર કરવા માંગે તો અમને કોઈ વાંધો નથી.
આ પણ વાંચો---Haryana માં હજું બદલાશે પરિણામ..? વાંચો આ ગણતરી....