Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ગીર સોમનાથ: પૂંજા વંશના દારૂના આરોપોને પોલીસે ગણાવ્યા ખોટા, વીડિયો પુરાવા જૂના

ગીર સોમનાથ: કોંગ્રેસ નેતા પૂંજા વંશનો પોલીસ પર હુમલો, દારૂના વીડિયોને ગણાવ્યા જૂના
ગીર સોમનાથ  પૂંજા વંશના દારૂના આરોપોને પોલીસે ગણાવ્યા ખોટા  વીડિયો પુરાવા જૂના
Advertisement
  • ગીર સોમનાથ પોલીસે પૂંજા વંશના દારૂના આરોપો ફગાવ્યા, વીડિયો પુરાવાને ગણાવ્યા જૂના
  • પૂંજા વંશના દારૂના આરોપોને પોલીસે ગણાવ્યા ખોટા, વીડિયો પુરાવા જૂના
  • ગીર સોમનાથમાં દારૂ વિવાદ: પૂંજા વંશના આરોપો સામે પોલીસનો ખુલાસો
  • કોંગ્રેસ નેતા પૂંજા વંશનો પોલીસ પર હુમલો, દારૂના વીડિયોને ગણાવ્યા જૂના

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે ઉના-ગીરગઢડા પંથકમાં પોલીસની મદદથી દારૂના અવૈધ વેપાર ચાલી રહ્યો હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉના વિસ્તારમાં ગલીએ-ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને આ ગેરકાયદેસર વેપાર પોલીસના સહયોગથી ચાલે છે. પૂંજા વંશે પોતાના આરોપોના સમર્થનમાં દારૂની હેરાફેરી દર્શાવતા વીડિયો અને CCTV ફૂટેજ પણ રજૂ કર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરમાં ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામમાં 41 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત થયો હતો. અગાઉ ઉમેજ, સંખડા અને ગીરગઢડા રોડ પરની જીનિંગ મિલમાંથી પણ દારૂ જપ્ત થયો હતો.

Tags :
Advertisement

.

×