Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયાઓ

ઓપરેશન સિંદૂર અને સેના અંગે ખોટી ટિપ્પણીની ફરિયાદ સાયબર સેલને મળતા સાયબર સેલ દ્વારા કોંગ્રેસના નેતાની ધરપકડ કરી તેઓની સામે ગુનો નોંધ્યો છે.
gandhinagar   કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ  ભાજપ કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયાઓ
Advertisement
  • કોંગ્રેસના નેતા રાજેશ સોનીની ધરપકડનો કેસ
  • રાજેશ સોની સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો: SP
  • રાજકીય કિન્નાખોરી રાખીને ધરપકડ કરી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  • કોંગ્રેસ સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહી છે: યજ્ઞેશ દવે

કોંગ્રેસના નેતા રાજેશ સોનીની ધરપકડ મામલે સાયબર ક્રાઈમના એસપી ધર્મેન્દ્ર શર્માએ નિવેદન આપ્યું હતું કે, રાજેશ સોની સામે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ થયો હતો. રાજેશ સોની દ્વારા ઓપરેશન સિંદૂર અને સેના અંગે ખોટી ટિપ્પણીનો આરોપ છે. જે બદલ રાજેશ સોની સામે ગુનો નોંધ્યો છે.

Advertisement

કઈ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી

CID ક્રાઇમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીની અટકાયત કરી છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે BNS ની કલમ 152, 353A સહિતની કલમો લગાવી કોંગ્રેસના નેતા સામે ફરિયાદ નોંધી છે. કોંગ્રેસ નેતા દ્વારા સેનાનું મનોબળ તોડવા બદલ રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

કિન્નાખોરી રાખીને ધરપકડ કરી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું હતું. રાજેશ સોનીની ધરપકડ બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા નિવેદન આપ્યું હતું કે, રાજકીય કિન્નાખોરી રાખીને ધરપકડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ રાજકીય અદાવતમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

કોંગ્રેસ હવે આવા નેતાઓનો પણ બચાવ કરશે?: યજ્ઞેશ દવે

કોંગ્રેસના નેતા હેમાંગ રાવલના આક્ષેપ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહી છે. આવા નેતાઓની સામે કાર્યવાહી થવી જ જોઈએ. કોંગ્રેસ હવે આવા નેતાઓનો પણ બચાવ કરશે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર

કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીની અટકાયત મુદ્દે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સેનાને શ્રેય મળે તેવી વાત કરવી ગુનો છે. ગુજરાત પોલીસની આ દાદાગીરી જ છે. તેમની પોસ્ટમાં ક્યાંય સેનાનું અપમાન થયું નથી. પ્રજાના રૂપિયે કોઈ વ્યક્તિની પબ્લીસીટી ન કરવી જોઈએ. અમે આ મુદ્દે લડત લડીશું. આવું ચલાવી નહીં લેવાય.

Tags :
Advertisement

.

×