'સિંદૂર ઉજાડનારાના શરીર પર લાલ રંગ વહાવી દીધો' - શશિ થરૂર
- શશિ થરૂર સાથેનું એક ડેલિગેશન પનામાની મુલાકાતે
- પનામામાં ભારતીય સમુદાય જોલે કરી મુલાકાત
- ઓપરેશન સિંદૂરના પરિણામો ભારપૂર્વક રજુ કર્યા
Shashi Tharoor lauds : ભારત સરકાર (INDIAN GOVERNMENT) દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) ચાલવ્યા બાદ દુનિયાભરમાં તેની હકીકત જણાવવા માટે સર્વપક્ષીય ડેલીગેશન મોકલવામાં આવ્યું છે. સાંસક શશિ થરૂર (CONGRESS MP SHASHI THAROOR) સાથેનું એક ડેલિગેશન હાલ પનામા (PANAMA) ની મુલાકાતે છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂર દ્વારા પાકિસ્તાન પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સિંદૂર ઉજાડનારાના શરીર પર લાલ રંગ વહાવી દીધો. ભારતીય સમુદાય સાથે સાંસદોના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી. જેમાં ભારતનો પક્ષ ભારપૂર્વક મુકવામાં આવ્યો છે.
આતંકી મુખ્યાલયો પર 9 સ્થળે હુમલા કરીને નેસ્તનાબુદ કરી દીધા
ભારત સરકાર દ્વારા આતંકવાદને પોષતા અને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડવા માટે સર્વપક્ષીય ડેલિગેશન દુનિયાના દેશોમાં મોકલવામાં આવ્યું છે. જે અંતર્ગત કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સાથેનું એક ડેલિગેશન તાજેતરમાં પનામાની મુલાકાતે પહોંચ્યું હતું. પનામામાં ભારતીય સમુદાય સાથે મંડળે વાર્તાલાપ કર્યો હતો. જેમાં શશિ થરૂરે ભારતનો પક્ષ ભારપૂર્વક મુકતા કહ્યું કે, પાકિસ્તારના ગઢમાં ઘૂસને આતંકી ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા છે. સિંદૂર ઉજાડનારાના શરીર પર લાલ રંગ વહાવી દીધો છે. ભારતે આતંકી મુખ્યાલયો પર 9 સ્થળે હુમલા કરીને તેને નેસ્તનાબુદ કરી દીધા છે.
ભરોસો કરતા પહેલા કોઇ પણ દેશ હજારો વખત વિચારશે
આ સાથે પ્રતિનિધિ મંડળે નેશનલ એસેમ્બલીના પ્રમુખ અને ભારતીય સમુદાયના લોકો જોડે પણ મુલાકાત કરીને તેમને જાણકારી આપી હતી. અત્રે નોંધનીય છે કે, ભારતના આ પ્રયાસોથી વિશ્વભરમાં પાકિસ્તાનની હકીકત ખુલીને સામે આવી રહી છે. એટલું જ નહીં તેના પર ભરોસો કરતા પહેલા કોઇ પણ દેશ હજારો વખત વિચારે તેવી પરિસ્થિતીનું સર્જન થયું છે.
આ પણ વાંચો --- Elon musk spacex : એલોન મસ્કનું સ્પેસએક્સ સ્ટારશીપ લોન્ચ સફળ રહ્યું, પરંતુ પૃથ્વી પર પાછા ફરતા પહેલા ક્રેશ