ટીકાકારોને શશિ થરૂરનો જવાબ, 'મારી પાસે આવી બાબતો માટે સમય નથી'
- કોંગ્રેસના નિશાના પર સાંસદ શશિ થરૂર
- સર્જિકલ સ્ટ્રાઇકના વખાણ કરતા ટીકાકારો સક્રિય થયા
- હાલ સાંસદ શશિ થરૂર ભારતના પ્રતિનિધી મંડળનો હિસ્સો બની દુનિયાના પ્રવાસે છે
SHASHI THAROOR : કોંગ્રેસ (CONGRESS) ના સાંસદ શશિ થરૂર (MP SHASHI THAROOR) પોતાની જ પાર્ટી તરફથી ટીકાનો શિકાર બની રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર વતી વિદેશ મોકલવામાં આવેલા સાંસદોના પ્રતિનિધિમંડળ પૈકી એકનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે અમેરિકા, ગુયાના, પનામાની મુલાકાત લીધી છે અને ભારતના આતંકવાદ વિરૂદ્ધના મુદ્દાને મજબૂત રીતે રજૂ કર્યો છે. આ ઉપરાંત આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનું જુઠ્ઠાણું પણ ખુલ્લું પડી રહ્યું છે. છતાં કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉરી, પુલવામા અને પહેલગામ આતંકવાદી હુમલા પછી મોદી સરકાર દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની પ્રશંસા કરી હતી. જેનાથી કેટલાક કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આ અંગે કોંગ્રેસના નેતા ઉદિત રાજે તેમના પર નિશાન સાધ્યું હતું.
After a long and successful day in Panama, i have to wind up at midnightvhere with departure for Bogota, Colombia in six hours, so I don’t really have time for this — but anyway: For those zealots fulminating about my supposed ignorance of Indian valour across the LoC: in tge…
— Shashi Tharoor (@ShashiTharoor) May 29, 2025
મારી ટીકા કરવા માટે સ્વતંત્ર છે
કોંગી નેતાઓએ શશિ થરૂર પર ટીપ્પણી કરતા લખ્યું કે તમે આટલા કપટી કેવી રીતે બની શકો છો...! જે પાર્ટીએ તમને આટલું બધું આપ્યું છે તેની વિરુદ્ધ તમે કેવી રીતે જઈ શકો છો ? આ અંગે શશિ થરૂરે વળતો જવાબ આપ્યો છે. તેમણે ટ્વીટર - X પર લખ્યું કે, 'ટીકાકારો અને ટ્રોલર્સ મારા નિવેદનને પોત પોતાની રીતે જોઈ શકે છે. તેઓ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવા અને મારી ટીકા કરવા માટે સ્વતંત્ર છે. મારી પાસે કરવા માટે વધુ સારા કામો છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે, પનામામાં સફળ દિવસ પછી, હવે કોલંબિયા જવાનું છે. તો મારી પાસે આ બધી બાબતો માટે સમય નથી.
સેના અને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવ વિશે વાત કરી
તેમણે કહ્યું કે, સમયની વ્યસ્તતા વચ્ચે હું એવા લોકોને જવાબ આપવા માંગુ છું, જેઓ કહી રહ્યા છે કે મેં ભૂતકાળમાં ભારતીય સેના દ્વારા બતાવેલ હિંમત વિશે કંઈ કહ્યું નથી. તેમણે કહ્યું કે મારા સંબોધનમાં મેં ફક્ત તાજેતરના આતંકવાદી હુમલાઓ અને તેની સામે સેના અને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રતિભાવ વિશે વાત કરી હતી. અગાઉ આપણી સરકારોએ LoC અને આંતરરાષ્ટ્રીય સરહદનું સન્માન કરીને આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો હતો. મારો મુદ્દો એ હતો. આ પછી પણ, જો કોઈ મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરીને મારી ટીકા કરવા માંગે છે, તો તે તેમ કરવા માટે સ્વતંત્ર છે.
ભાજપના સુપર પ્રવક્તા જાહેર કરવા જોઈએ
તમને જણાવી દઈએ કે ઉદિત રાજ ઉપરાંત કેરળ યુનિટના ઘણા નેતાઓ પણ શશિ થરૂરના વિરોધી રહ્યા છે. ઉદિત રાજે તો ત્યાં સુધી કહ્યું કે, પીએમ મોદીએ શશિ થરૂરને ભાજપના સુપર પ્રવક્તા જાહેર કરવા જોઈએ. આ ઉપરાંત, ભારત પાછા ફરતા પહેલા તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવે તો વધુ સારું રહેશે.
આ પણ વાંચો --- Jagadguru Rambhadracharya : આર્મી ચીફ જનરલે રામ મંત્રની દીક્ષા લીધી, બદલામાં રામભદ્રાચાર્યે pok દક્ષિણા તરીકે માંગ્યું