ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાત કોંગ્રેસ યજમાન બન્યું

અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ પાંચ વખત રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું
01:06 PM Apr 04, 2025 IST | SANJAY
અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ પાંચ વખત રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું
Congress National Convention, Ahmedabad, Gujarat Congress, Gujarat First

અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે આ ઐતિહાસિક અધિવેશન અમદાવાદમાં સાબરમતીના તટે થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ યજમાન બન્યું છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં આ ત્રીજી વખત યોજાઈ રહ્યું છે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ પાંચ વખત રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું છે. 18મુ વર્ષ 1902 અમદાવાદ ખાતે સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષ સ્થાને અધિવેશન મળ્યું હતું. 23મુ વર્ષ1907 સુરત ખાતે રાસબિહારી ઘોષના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું. 36મુ વર્ષ 1921 અમદાવાદ હાકીમ અજમલ ખાનના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું તથા 51મુ રાષ્ટ્રીય અધિવેશન 1938માં સુરત ખાતે સુભાષ ચંદ્ર બોસના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું તેમજ 66મુ વર્ષ 1961 ભાવનગર ખાતે નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું.

દેશભરમાંથી આવનાર એઆઇસીસીના 2000 જેટલા ડેલિગેટ ગુજરાત આવશે

દેશભરમાંથી આવનાર એઆઇસીસીના 2000 જેટલા ડેલિગેટ ગુજરાત આવશે. દેશના તમામ ડેલિગેટ સાથે તેમની માતૃભાષામાં વાતચીત કરવા 40 ટીમો બનાવવામાં આવી છે. તેમજ સરદાર પટેલ એરપોર્ટ ખાતે ડેલિગેટઓનું વિશેષ સ્વાગત કરવામાં આવશે. દરેક ડેલિગેટ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ટીમ સહાય માટે ઉપસ્થિત રહેશે. ડેલીગેટ, સાંસદ, મંત્રીઓ સહિતના મહાનુભાવોના ટ્રાન્સપોર્ટ માટે યુથ કોંગ્રેસ અને વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ દ્વારા 43 ટીમ જેમાં એક ટીમમાં 5 હોદ્દેદારઓ પોતાની ગાડી સાથે સહાય કરશે.

8 અને 9 એપ્રિલ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વના દિવસ

રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરની ભાગીદારી સુનિશ્ચિત કરવા સૌ પ્રથમ તેમની ગાડીનો ઉપયોગ ત્યાર બાદ જ એન્જસીને કામ આપવામાં આવ્યું છે. અમદાવાદ સાબરમતી નદીના તટે મળનારુ આ રાષ્ટ્રીય અધિવેશનમાં 2 હજારથી વધારે દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. મહત્વનું કે છે 8 અને 9 એપ્રિલ ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મહત્વના દિવસ છે. કારણકે 8 એપ્રિલના દિવસે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે 9 એપ્રિલના રોજ સાબરમતી નદીના તટે રાષ્ટ્રીય અધિવેશન મળશે. મહત્વનું છે કે આ અધિવેશનનું સ્થળ ખૂબ જ મહત્વનું છે એક તરફ સાબરમતી આશ્રમ અને બીજું કોચરબ આશ્રમના મધ્યમાં સાબરમતી નદીના તટે મળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસનું ક્લેવર પણ બદલાશે અને કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન પણ આવશે

આ અંગે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સાથે વાતચીત કરતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી એ જણાવ્યું કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન દેશની દિશા આપવાનું સાથે જ દેશની સ્થિતિ અંગે ચિંતા કરવામાં આવશે. દેશમાં વધતી મોંઘવારી, શિક્ષણ, અસમાનતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાબરમતી નદીએ આઝાદીની સાક્ષી પુરાવતી નદી છે. સાબરમતીની જગ્યાએ સાબરમતી તટ નામ કેમ આપ્યું તે અંગે તેમણે જણાવ્યું કે આઝાદ ભારતનું સ્વપ્ન અને ચળવળ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થઈ હતી. માટે આ સ્થળ ઐતિહાસિક છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સંવાદ થશે. અમારું લક્ષ્યાંક લોકોને ન્યાય અપાવવાનું છે . ગુજરાતની જનતા ફસાઈ ચૂકી છે મોંઘવારીમુદ્દે, ખેડૂતોના મુદ્દે, શિક્ષણ સહિતના મુદ્દે જે વચનો આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા તે પુરા નથી કર્યા તેમાં લોકોની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ તમામને ન્યાય અપાવશે. તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનું ક્લેવર પણ બદલાશે અને કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન પણ આવશે.

આ પણ વાંચો: Gujarat : સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”ની વિપરીત અસરોથી બચવા માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

Tags :
AhmedabadCongress National ConventionGujaratGujarat Congress
Next Article