Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મતિ ભ્રષ્ટ? Congress ના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ ગુજરાતીઓને અભણ કહી કર્યું અપમાન

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' અને 'મૂર્ખ' ગણાવીને વિવાદ સર્જ્યો છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સામેની રાજકીય હારનો રોષ ખડગેએ ગુજરાતની જનતા પર ઉતાર્યો છે. કોંગ્રેસની આ પ્રાંતવાદી ટિપ્પણી સામે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે, જે તેમના જૂના ગુજરાત વિરોધી માનસને ઉજાગર કરે છે.
મતિ ભ્રષ્ટ  congress ના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ ગુજરાતીઓને અભણ કહી કર્યું અપમાન
Advertisement
  • ચૂંટણીના ઉન્માદમાં ભાન ભૂલ્યા Congress ના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Kharge 
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓનું કર્યુ અપમાન
  • ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગેએ કર્યુ ગુજરાતીઓનું અપમાન

Mallikarjun Kharge Statement: ચૂંટણીના મેદાનમાં હારના ડરથી જ્યારે બુદ્ધિ પ્રદર્શન શૂન્ય થઈ જાય ત્યારે નેતાઓ બોલવાની સંયમતા ગુમાવી દેતા હોય છે. કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ (Congress ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ ગુજરાત અને ગુજરાતી પ્રજા વિશે અત્યંત આપત્તિજનક અને પ્રાંતવાદી ટિપ્પણી કરીને દેશના રાજકારણમાં નવો વિવાદ છેડ્યો છે. ખડગેએ કેરળના ઇડુક્કીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) ગુજરાતમાં 'અભણ' લોકોને મૂર્ખ બનાવી શકે છે, પણ કેરળમાં નહીં. આ વિધાન માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ સમગ્ર ગુજરાતી અસ્મિતા પર કરવામાં આવેલો સીધો પ્રહાર છે.

Mallikarjun Kharge એ મતદારોને રીઝવવા કર્યું ગુજરાતીઓનું અપમાન

ખડગેએ પોતાના ભાષણમાં કેરળના મતદારોને રીઝવવા માટે ગુજરાતના નાગરિકોને અભણ અને મૂર્ખ તરીકે ચિતર્યા છે. તેમણે મંચ પરથી કહ્યું હતુ કે "મોદીજી... તમે ગુજરાત અને અન્ય ઠેકાણે અભણ લોકોને મૂર્ખ બનાવી શકો, પરંતુ કેરળના લોકો શિક્ષિત છે, તેઓ મૂર્ખ બનશે નહીં." આ નિવેદન એ વાતની સાબિતી છે કે કોંગ્રેસ હવે લોકશાહી ઢબે ચૂંટણી લડવાને બદલે રાજ્યો વચ્ચે વૈમનસ્ય ઉભું કરી રહી છે. શું ખડગે એ ભૂલી ગયા છે કે જે ગુજરાતને તેઓ અભણ કહી રહ્યા છે, તે જ ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા યુગપુરુષો આપ્યા છે?

Advertisement

Advertisement

 અગાુ TMC સાંસદે કર્યું અપમાન

આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે કોઈ વિપક્ષી નેતાએ ગુજરાતીઓનું અપમાન કર્યું હોય. અગાઉ પશ્ચિમ બંગાળમાં TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ ગુજરાતીઓ પર દ્વેષપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સામે રાજકીય લડાઈ લડવામાં નિષ્ફળ રહી છે, અને કદાચ એ જ નિષ્ફળતાની રીસ હવે સામાન્ય જનતા પર કાઢવામાં આવી રહી છે. જ્યારે જ્યારે પણ કોઈ રાજ્યમાં ચૂંટણી આવે છે, ત્યારે ગુજરાતને ટાર્ગેટ બનાવીને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક કાર્ડ ખેલવાની કોંગ્રેસની આ રણનીતિ હવે ખુલ્લી પડી ગઈ છે.

રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતના ફાળાની અવગણના

ખડગેનું આ નિવેદન ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસ મોડલ પ્રત્યેની તેમની અદેખાઈ દર્શાવે છે. જે રાજ્ય દેશના જીડીપીમાં સિંહફાળો આપે છે અને જ્યાંના ઉદ્યોગ સાહસિકો સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે, તે પ્રજાને 'મૂર્ખ' કહેવી એ કોંગ્રેસની બૌદ્ધિક નાદારી છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનની ક્લિપ વાયરલ થયા બાદ લોકો પૂછી રહ્યા છે કે, શું મત મેળવવા માટે એક રાજ્યને બીજા રાજ્ય સામે નીચું દેખાડવું એ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષને શોભે છે? કોંગ્રેસે સમજવાની જરૂર છે કે અપમાનની રાજનીતિ ક્યારેય વિકાસની રાજનીતિ સામે જીતી શકતી નથી.

આ પણ વાંચોઃ Mahakal Standard Time અંગે કેન્દ્રીય મંત્રીના નિવેદનથી ચર્ચા જાગી

Tags :
Advertisement

.

×