ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar Elections : કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, શકીલ અહમદ અને રાજેશ રામ સહિત 48 નામ

Bihar Elections : એક તરફ ગુજરાતમાં બીજેપીમાં મંત્રીમંડળના વિસ્તરણનું કોકડૂં ગુંચવાયું છે તો બીજી તરફ બિહાર જીતવા માટે કોંગ્રેસ અને બીજેપી એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બિહારમાં બીજેપીએ પોતાના ઉમેદવારોની ત્રણ યાદીઓ જાહેર કરી છે, તેના સામે કોંગ્રેસે પોતાની 48 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં બિહારના દિગ્ગજ નેતાઓના નામ જોવા મળ્યા છે.
12:29 AM Oct 17, 2025 IST | Mujahid Tunvar
Bihar Elections : એક તરફ ગુજરાતમાં બીજેપીમાં મંત્રીમંડળના વિસ્તરણનું કોકડૂં ગુંચવાયું છે તો બીજી તરફ બિહાર જીતવા માટે કોંગ્રેસ અને બીજેપી એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બિહારમાં બીજેપીએ પોતાના ઉમેદવારોની ત્રણ યાદીઓ જાહેર કરી છે, તેના સામે કોંગ્રેસે પોતાની 48 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં બિહારના દિગ્ગજ નેતાઓના નામ જોવા મળ્યા છે.

પટના/ Bihar Elections  : બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 48 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી હોવા વચ્ચે આ જાહેરાત મહાગઠબંધન (આરજેડી, કોંગ્રેસ અને અન્ય)માં બેઠકોની વહેંચણીની અનિશ્ચિતતા વચ્ચે કરવામાં આવી છે. કોંગ્રેસની આ યાદી પ્રથમ અને બીજા તબક્કાના અનેક મહત્વના ચૂંટણી વિસ્તારોને આવરી લે છે, પરંતુ ગઠબંધનના સહયોગીઓ સાથે છેલ્લો ફોર્મ્યુલા નક્કી થવાની રાહ જોવાઈ રહી છે.

બિહાર વિધાનસભામાં કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહમદ ખાન કદવાથી અને પીસીસી અધ્યક્ષ રાજેશ રામ કુટુમ્બા બેઠકથી ચૂંટણી લડશે. ગરીબદાસ બછવાડાથી ચૂંટણી લડશે, જ્યાં સીપીઆઈએ પહેલેથી જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. એક રીતે આ બેઠક પર મહાગઠબંધનના બે સહયોગી દળો વચ્ચે મૈત્રીપૂર્ણ સ્પર્ધા થશે. આનંદ શંકર સિંહ ઔરંગાબાદથી ફરી એક વાર ચૂંટણી લડશે.

ચનપટિયાથી અભિષેક રણજનને ટિકિટ

કોંગ્રેસે બગહાથી જયેશ મંગલ સિંહ, નૌતનથી અમિત ગિરી, ચનપટિયાથી અભિષેક રણજન, બેટિયાથી વસી અહમદ, રક્સૌલથી શ્યામ બિહારી પ્રસાદ, ગોવિંદગંજથી શશી ભૂષણ રાય ઉર્ફ ગપ્પુ રાય, સીતામઢીથી અમિત કુમાર સિંહ તુન્ના, બથનાહાથી એન્જિ. નવીન કુમાર, બેનીપટ્ટીથી નલિની રણજન ઝા, ફૂલપરાસથી સુબોધ મંડલ, ફારબીસગંજથી મનોજ વિશ્વાસ, બહાદુરગંજથી પ્રો. મસવર આલમ ઉર્ફ મુશબ્બીર આલમ, મણિહારી (એસટી) થી મનોહર પ્રસાદ સિંહ, કોરહા (એસસી) થી પૂનમ પાસવાન, સોનબરસા (એસસી)થી સરિતા દેવી, બેનીપુરથી મિથિલેશ કુમાર ચૌધરી, સકરડાથી ઉમેશ રામને ટિકિટ આપવામાં આવી છે.

મુઝફ્ફરપુરથી બિજેન્દ્ર ચૌધરી, ગોપાલગંજથી ઓમ પ્રકાશ ગર્ગ, કુચાયકોટથી હરિ નારાયણ કુશવાહા, લાલગંજથી આદિત્ય કુમાર રાજા, વૈશાલીથી એન્જિ. સંજીવ સિંહ, રાજા પખડી (એસસી)થી પ્રતિમા કુમારી, રોસડા (એસસી)થી બ્રજ કિશોર રવિ, બછવાડાથી શિવ પ્રકાશ ગરીબદાસ, બેગુસરાયથી અમિતા ભૂષણ, ખગડિયાથી ડૉ. ચંદન યાદવ, બેલદૌરથી મિથલેશ કુમાર નિષાદ, ભાગલપુરથી અજીત કુમાર શર્મા, સુલ્તાનગંજથી લલન યાદવ, અમરપુરથી જિતેન્દ્ર સિંહ, લખીસરાયથી અમરેશ કુમાર, બરબીઘાથી ત્રિસૂલધારી સિંહ, બિહારશરીફથી ઓમૈર ખાન, નાલંદાથી કૌશલેન્દ્ર કુમાર ઉર્ફ નાના મુખિયા, હરનૌતથી અરુણ કુમાર બિંદ કોંગ્રેસના ઉમેદવારો હશે.

આ પણ વાંચો- બિહારમાં AIMIM ના ઉમેદવારને ત્યાં બિરયાનીની લૂંટ, જમવા માટે પડાપડી

Tags :
#RajeshRam#ShakeelAhmedBiharAssemblyElections2025BiharElection2025CongressListIndianPoliticsMahagathbandhan
Next Article