Khyati Hospital : ફરાર ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી, તેને બરતરફ કરો : હેમાંગ રાવલ
- કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી લગાવ્યા આરોપ
- Khyati Hospital નો ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી છે
- હત્યા કેસમાં ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર બરતરફ કરે : હેમાંગ રાવલ
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા હોસ્પિટલનાં ફાઉન્ડર, CEO અને ડોક્ટર્સનાં ઘરે તપાસ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસનાં પ્રવક્તા હેમાંગ રાવલે (Hemang Rawal) ટ્વીટ કરી આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી છે. આ સાથે તેમણે ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર બરતરફ કરે એવી માગ પણ કરી હતી.
આ પણ વાંચો - Khyati Hospital : અદાણી અને અંબાણીને પણ ન હોય તેવા છે આ કૌભાંડીઓનાં ઘર!
ખ્યાતિ હોસ્પિટલનો ફરાર કાર્તિક પટેલ હાલમાં પણ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે ચાલુ છે. ટ્રસ્ટે નૈતિકતાથી આવા ભાગેડુ આરોપીને ટ્રસ્ટે બરતરફ કરીને ધર્મ પ્રેમી જનતાનો વિશ્વાસ કાયમ રાખવો જોઈએ.
વધુમાં ટ્રસ્ટના કથિત જમીન કૌભાંડમાં કાર્તિક પટેલની શું ભૂમિકા હતી તેની પણ સરકાર તપાસ કરે. pic.twitter.com/8mDdSeD1Ri— Hemang Raval (@hemangmraval) November 21, 2024
ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ જગન્નાથ મંદિરનો ટ્રસ્ટી : હેમાંગ રાવલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ' (Khyati Hospital) એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો છે. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે, હવે કોંગ્રેસનાં (Congress) પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ (Karthik Patel) જગન્નાથ મંદિરના ટ્રસ્ટી છે. હત્યા કેસમાં ભાગેડું આરોપીને જગન્નાથ મંદિર (Jagannath Temple) બરતરફ કરે તેવી માગ છે. હેમાંગ રાવલે (Hemang Rawal) કહ્યું કે, આરોપીને ટ્રસ્ટમાંથી બરતરફ કરી, ધર્મપ્રેમી જનતાનો વિશ્વાસ જીતે. આ સાથે હેમાંગ રાવલે ટ્રસ્ટનાં કથિત જમીન કૌભાંડ મામલે પણ કાર્તિક પટેલની તપાસ કરવાની માગ કરી છે.
- ખ્યાતિ કાંડમાં ગોકળગતિએ તપાસ
- ચેરમેન કાર્તિક પટેલના ઘરે તપાસમાં પોલીસ
- પોકરના સાધનો, મોંઘીદાટ દારૂની બોટલ મળી!#Gujarat #Ahmedabad #KhyatiHospital #KartikPatel #GujaratFirst pic.twitter.com/sVJMiWwK1o— Gujarat First (@GujaratFirst) November 21, 2024
આ પણ વાંચો - Khyati Hospital 'કાંડ' માં ડો. પ્રશાંત વજિરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, કોર્ટમાં થઈ આ રજૂઆત
ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે તપાસ, મોંઘી દારૂ, જુગારનાં કોઈન, વૈભવી કાર મળી
જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati Hospital) ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે તપાસ હાથ ધરી હતી. સિંધુ ભવન પાસે આવેલા અભીશ્રી રેસિડેન્સીમાં આવેલા નિવાસ સ્થાનમાં તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવા સહિત તમામ ડોક્યૂમેન્ટની તપાસ કરવામાં આવી હતી. કાર્તિક પટેલના (Karthik Patel) ઘરેથી મોંઘી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઉપરાંત, ઘરમાંથી જુગાર રમવાના કોઈન, ડબલ ડોર સાથે હોમ થિયેટર વાળી ખાસ સિસ્ટમ, વૈભવી કાર અને જનરેટર મળી આવ્યા હતા. કાર્તિક પટેલે ઘરમાં જ હોમ થિયેટરની સાથે બાર પણ ઊભું કર્યું છે. ઘરમાં CCTV માટે ખાસ સર્વર પણ ઊભું કરાયું છે. જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂની બોટલો પૈકીની માત્ર બે બોટલની કિંમત રૂ. 30 હજારથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Surat : ગાડીમાં વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટ લગાવી હોય તો ચેતી જજો! ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી