Surat : આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા રત્ન કલાકારો માટે જનમંચ કાર્યક્રમ! અમિત ચાવડાએ કરી આ માગ
- Surat માં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો હતો
- રત્ન કલાકારોના આપઘાત મુદ્દે જનમંચ કાર્યક્રમ
- વિપક્ષ નેતા અમિત ચાવડા કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
- રત્ન કલાકારોએ વિપક્ષ નેતા સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું
સુરતમાં (Surat) આજે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીનાં કારણે રત્ન કલાકારોનાં આપઘાત મામલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિપક્ષનાં નેતાઓ સમક્ષ રત્ન કલાકારોએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને જાહેર જનમંચ પરથી કલાકારો પોતાની વ્યથા ઠાલવતા રડી પડ્યા હતા. જનમંચ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Amit Chavda) હાજર રહ્યા હતા. જો કે, ભારે વરસાદને કારણે અધવચ્ચેથી જનમંચ કાર્યક્રમ (Jan Manch Programme) પૂર્ણ કરી દેવાયો હતો.
આ પણ વાંચો - Porbandar : કુખ્યાત Bhima Dula ફરી એકવાર પોલીસનાં સંકજામાં! હવે આ કેસમાં થઈ અટકાયત
રત્ન કલાકારોના આપઘાત મુદ્દે જનમંચ કાર્યક્રમ યોજાયો
સુરતમાં (Surat) આજે વરાછા ચોકસી બજાર ખાતે કોંગ્રેસ (Congress) દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને કોંગ્રેસનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિપક્ષ નેતા અમિત ચાવડા (Amit Chavda) હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાલ હીરા ઉદ્યોગમાં મંદીનાં કારણે ભારે આર્થિક તંગીનો સામનો કરી રહેલા રત્ન કલાકારોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. દરમિયાન, કેટલાક રત્ન કલાકારો ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા હતા. જો કે, કાર્યક્રમનાં અધવચ્ચે જ ભારે વરસાદ થતાં જનમંચ કાર્યક્રમ પૂર્ણ કરી દેવાયો હતો.
આ પણ વાંચો - Amreli : આંબરડી ગામે પરિવાર પર આભ ફાટ્યું! 2 માસૂમ સહિત 5 સભ્યોને ગુમાવ્યાં
રત્ન કલાકારો રડ્યા, અમિત ચાવડાની સરકારને માગ
વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આર્થિક તંગીનો સામનો કરી રહેલા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે. સાથે તેમણે એવી પણ માગ કરી કે, રત્ન કલાકારોની બેંક લોન પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક 'રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ' ની જાહેરાત કરવામાં આવે. હીરા ઉદ્યોગ (Dimound Industry) સરકારને સૌથી મોટી હુંડિયામણ રળી આપે છે. જ્યારે બીજી તરફ આર્થિક મંદીનાં કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. અમિત ચાવડાએ આગળ કહ્યું કે, કોંગ્રેસ (Congress) રત્ન કલાકારો માટે જનમંચથી વિધાનસભા સુધી અવાજ ઊઠાવશે.
આ પણ વાંચો - Surat : BJP નાં દિગ્ગજ નેતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા