Farmers Movement : કોંગ્રેસની ખેડૂતો માટે યાત્રા, સૌરાષ્ટ્રભરમાં 1થી 13 નવેમ્બર સુધી ધરણા, ઘેરાવ અને આક્રોશ યાત્રા
- Farmers Movement : ભાજપની ખેડૂત વિરોધી નીતિઓએ ખેડૂતોને આત્મહત્યા તરફ ધકેલ્યા : અમિત ચાવડા
- સંપૂર્ણ દેવા માફી, વીમા, વિશેષ પેકેજ : કોંગ્રેસની ત્રણ મુખ્ય માંગો
- સોમનાથથી દ્વારકા : કોંગ્રેસની 10 જિલ્લાની ખેડૂત આક્રોશ યાત્રા 6 નવેમ્બરથી શરૂ
- ભાજપના 3 દાયકાના શાસનમાં ખેડૂતોની દયનીય સ્થિતિ : ચાવડાનો પ્રહાર
Farmers Movement : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર ખેડૂત વિરોધી નીતિઓનો આકરા પ્રહાર કર્યો હતા. તેમણે કહ્યું કે, "સરદાર વલ્લભભાઈ પટેલે હંમેશા ખેડૂતો અને ખેતમજૂરોની ચિંતા કરી હતી અને કહ્યું હતું કે ખેડૂતોના યોગદાનને કોઈ અવગણી શકે નહીં. પરંતુ આજે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે. રાજ્યમાં ત્રણ દાયકાથી ભાજપની સરકાર શાસન કરે છે અને તેમની નીતિઓ હંમેશા ખેડૂત વિરોધી રહી છે. ભાજપની B ટીમની નીતિ પણ એ જ છે કે ખેડૂત અને ખેતી બંને બરબાદ થઈ જાય."
અમિતભાઈ ચાવડાએ પોતાની પ્રેસ કોન્ફ્રન્સમાં ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની માંગણી કરી હતી. અમિતભાઈ ચાવડાએ કહ્યું કે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરી દેવા જોઈએ. આ સાથે જ તાત્કાલિક પાક વીમો યોજા લાગુ કરવામાં આવવી જોઈએ. આ દરમિયાન તેમણે ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં રાજ્ભરમાં કાર્યક્રમો યોજવાની માહિતી આપી હતી.
આ પણ વાંચો- Junagadh : ગિરનાર લીલી પરિક્રમા રદ, કાદવ-કીચડને કારણે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે
આ અંગે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે, 1થી 5 નવેમ્બર સુધી તમામ તાલુકા મથકોમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. આ દરમિયાન મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને આવેદન આપવામાં આવશે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે, 6 નવેમ્બરે રેલી સ્વરૂપે ક્લેક્ટર કચેરીનો ઘેરા કરીને ખેડૂતો સાથે થતાં અન્યાય વિરૂદ્ધમાં આવેદન આપવામાં આવશે. આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ખેડૂતોની હાજર રહેશે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા 6થી 13 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં આક્રોશ યાત્રા કાઢવામાં આવશે. આ દરમિયાન ખેડૂતો સાથે થતાં અન્યાય અને વર્તમાન સમયમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનીના મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં કડદા પ્રથાના વિરોધમાં ઉઠેલા સૂરોને આગળ વધારવામાં આવશે.
આ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ અને સમસ્યાઓ સાંભળવામાં આવશે. તે પ્રમાણે સરકાર સામે આંદોલન કરવા માટે કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. આ આક્રોશ રેલીનું સમાપન 13 નવેમ્બરે દ્વારકા ખાતે કરવામાં આવશે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકારને ઘેરવામાં આવશે.
આ પણ વાંચો- Surat : ઓલપાડનાં કીમ નજીક મોટી દુર્ઘટના! ટ્રેનની અડફેટે બે આશાસ્પદ યુવાનોનાં મોત