Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati કાંડના આરોપીઓ લોકોના હ્રદય ચીરીને સરકારને ચૂનો ચોપડતાં

રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસ હોસ્પિટલની 70 % આવક PMJY યોજનામાંથી આવી PMJAYનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનું ષડયંત્ર Khyati hospital : રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં (Khyati hospital) મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ખેડા...
khyati કાંડના આરોપીઓ લોકોના હ્રદય ચીરીને સરકારને ચૂનો ચોપડતાં
Advertisement
  • રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસ
  • હોસ્પિટલની 70 % આવક PMJY યોજનામાંથી આવી
  • PMJAYનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનું ષડયંત્ર

Khyati hospital : રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં (Khyati hospital) મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સહિત 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે . દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં CEO તરીકે ફરજ બજાવતા ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન તેમજ માર્કેટિંગ મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ પટેલે PMJAYનો ઉપયોગ કરીને પૈસા કમાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હોસ્પિટલની 70 % આવક PMJY યોજનામાંથી આવી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના 17 દિવસ બાદ હોસ્પિટલ ખાનગી સિક્યોરીટી ભરોસે છે. હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર સ્પેશ્યલ PMJY યોજના હેલ્પ ડેસ્ક હજું પણ લાગેલું છે. હોસ્પિટલની 70 % આવક PMJY યોજનામાંથી આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યું છે. ઉલ્લેખનિય છે કે કેસમાં કુલ 6 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ

Advertisement

ત્રણ વર્ષમાં હોસ્પિટલે 4947 ઓપરેશન કરી દીધા

Advertisement

ખ્યાતિ કાંડમાં સરકારની PMJAYનો ભયંકર દુરપયોગ કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. PMJAYને ખ્યાતિ કાંડના આરોપીએ કમાણીનું સાધન બનાવી દીધું હતું અને ત્રણ વર્ષમાં સરકાર પાસેથી 23.31 કરોડ ખંખેરી લીધા હોવાનું બહાર આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલે કોરોના કાળમાં મે 2021માં ગુજરાત સરકારની મા કાર્ડ અને ભારત સરકારની PMJAY માટે પાત્રતા મેળવી હતી અને ત્રણ વર્ષમાં હોસ્પિટલે 4947 ઓપરેશન કરી દીધા હતા.

આ પણ વાંચો----Khyati hospital : 'કાંડ' બાદ અટ્ટહાસ્ય કરતો ડાયરેક્ટર ચિરાગ રાજપૂત આખરે સકંજામાં, 5 આરોપીની ધરપકડ

સરકારની PMJAYનો દુરપયોગ

ખ્યાતિ કાંડના આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમાં જઇને દર્દીઓને શોધતા હતા અને સરકારની PMJAYનો દુરપયોગ કરી દર્દીઓને ફોસલાવી હોસ્પિટલમાં લાવીને ઓપરેશન કરતા હતા પણ બોરિસણા ગામના 2 દર્દીના મોત ખ્યાતિ હોસ્પિટલનું મોટુ કૌંભાડ બહાર આવ્યું હતું.

14.43 કરોડ ની રકમના કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરી પેટે ખંખેરી લીધી હતી

મળેલી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોએ PMJAYમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી અત્યાર સુધી 14.43 કરોડ ની રકમના કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરી પેટે ખંખેરી લીધી હતી. બોરિસણા ગામના દર્દીઓએ ફરિયાદ પણ કરી હતી કે કોઇ બિમારી ના હોવા છતાં તેમના ઓપરેશન કરી દેવાયા હતા જેથી ખ્યાતિના સત્તાધીશોએ આ પ્રકારના કેટલા ઓપરેશન કર્યા તેની તપાસ કરાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.

આ પણ વાંચો----Ahmedabad ક્રાઈમ બ્રાંચનું સૌથી મોટું ઓપરેશન, ‘ખ્યાતિકાંડ’ના 5 ફરાર આરોપી ઝડપાયા

Tags :
Advertisement

.

×