ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોટાદ APMCમાં કપાસના 'કડદા'નો વિવાદ વધુ વકર્યો, 20 લોકોની અટકાયત, 3 પોલીસકર્મી ઘાયલ

બોટાદ APMCમાં કપાસના 'કડદા'નો વિવાદ વધુ વકર્યો છે, આ વચ્ચે હડદડ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થયું છે. આ અંગે બોટાદ એસપીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી છે તો ત્રણ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે
06:38 PM Oct 12, 2025 IST | Mujahid Tunvar
બોટાદ APMCમાં કપાસના 'કડદા'નો વિવાદ વધુ વકર્યો છે, આ વચ્ચે હડદડ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થયું છે. આ અંગે બોટાદ એસપીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી છે તો ત્રણ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે

બોટાદ : પાછલા કેટલાક દિવસથી ગુજરાતના બોટાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે તથા તેમને દૂર-દૂરની જિનિંગ મિલોમાં માલ ઠાલવવા માટે કહેવામાં આવે છે. ખેડૂતોના પક્ષમાં રહીને આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું છે. શુક્રવારે પાર્ટીએ આનું નેતૃત્વ લીધું હતું અને રવિવારે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવી 'કિસાન પંચાયત'માં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા હતા અને તેમની અટકાયત થઈ હતી.

આ દરમિયાન બોટાદના હડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને કેટલાક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. રવિવારે સાંજે ચાર વાગ્યે બોટાદ એપીએમસી ખાતે આપની કિસાન મહાપંચાયત યોજાવાની હતી, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. તે છતાં પણ રાજુ કરપડાએ હડદડ ગામ ખાતે આપ નેતાએ સભાને સંબોધિત કરી હતી.

આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસની ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે તંગદીલી ફેલાઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. બોટાદ APMCમાં કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદે સંઘર્ષનો રૂપ ધારણ કરી લીધું છે. પોલીસ દ્વારા મંજૂરી આપી ન હોવા છતાં બાટાદના હડદડગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી, જે દરમિયાન પોલીસ અને કેટલાક લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ ઘર્ષણમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવા સહિત પોલીસની ગાડીઓને ઉંઘી નાંખી દેવામાં આવી છે.

પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ મુદ્દે બોટાદ SPનું નિવેદન

આ વિવાદના વકર્યા પછી કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તો પોલીસે અત્યાર સુધીમાં  20 લોકોની અટકાયત કરી છે. એસપીએ વધુમાં જણાવ્યું કે, હડદડ ગામે ગેરકાયદેસર મહાપંચાયત ભરાઈ હતી. આ મહાપંચાયતને રોકવા જતાં લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. તેથી પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.

પોલીસ પર પથ્થરમારો કરાયો

મળી રહેલી માહિતી અનુસાર, પોલીસ અને હડદડ ગામના કેટલાક લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ પંચાયતમાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે આવેલી પોલીસની કાર્યવાહીથી ખેડૂતો ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો. આ દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોતાના બચાવમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

આ પણ વાંચો- Jamnagar : GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની ચૂંટણી, આ બે પેનલ વચ્ચે ખરાખરીનો જંગ!

ઉતર્યો મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો

આ સંઘર્ષ દરમિયાન ગુસ્સે થયેલા લોકોએ પોલીસની ગાડીઓને ઉંઘી નાંખીને તેના કાચ તોડી નાંખ્યા હતા. તો પોલીસની મોટી ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. જણાવી દઈએ કે, આ ઘટના રહેલા જ બોટાદ જિલ્લા એસપી ધર્મેન્દ્ર શર્માએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતુ કે, કિસાન પંચાયત દ્વારા જાહેર કરાયેલી જાહેરાતને કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને આગામી ભવિષ્યમાં પણ આપવામાં આવશે નહીં.

આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતુ કે, કોઈપણ વ્યક્તિનું અહીં આવવું કે ભેગા થવું ગેરકાયદેસર માનવામાં આવશે. જો કોઈ વ્યક્તિ એખ્ઠા થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઈસુદાન ગઢવીની પોલીસે કરી અટકાયત

બગોજરા હાઈવે પર આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને તેમના સમર્થકોના કાફલાને પોલીસે અટકાવ્યો હતો. ગઢવી બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા. બાટોડ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને તેમની જણસના યોગ્ય ભાવ ન મળતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે ઈસુદાન ગઢવી જઈ રહ્યાં હતા. જોકે, પોલીસે તેમની બગોદરા હાઈવે પર જ અટકાયત કરીને આગળ જવા દીધા નહતા.

આ પણ વાંચો- Surat : વિદ્યાના મંદિરમાં માંસાહારી મહેમાન નવાજી, શાળામાં નોન-વેજ પાર્ટી યોજાતા વિવાદ

Tags :
#BotadClash#FarmerPanchayat#HadvadVillage#KadodaIssue#PoliceTearGas
Next Article