સુરતમાં સરકારી શાળાના પરિસરમાં Non-veg party નો વિવાદ : આચાર્ય સસ્પેન્ડ
- Surat ગોડાદરા શાળામાં Non-veg party વિવાદ : આચાર્ય પ્રભાકર એલિગેટિને સસ્પેન્ડ
- માતા સરસ્વતી મૂર્તિને ઢાંકી નોન-વેજ પીરસવાનો આરોપ : સુરત શાળા આચાર્ય સસ્પેન્ડ
- 38 વર્ષ પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન : શાળામાં નોનવેજ પાર્ટી, આચાર્યને સજા
- સુરત પ્રાથમિક શાળામાં અયોગ્ય કાર્યક્રમ : ચિકન-મટન પીરસવા અને મૂર્તિને ઢાંકવા બદલ આચાર્ય સસ્પેન્ડ
- ગોડાદરા શાળા વિવાદ : પરવાનગી વિના નોન-વેજ પાર્ટી, ચેરમેન કાપડિયા કહ્યા 'ગંભીર', તપાસ ટીમ પહોંચશે
Surat School Non-veg party : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા ક્રમાંક 342 અને 351ના આચાર્ય (ઈન્ચાર્જ) પ્રભાકર રમૈયા એલિગેટિને તંત્રની જાણ કે પરવાનગી વિના શાળા પરિસરમાં ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ અને નોન-વેજ પાર્ટી યોજવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્યને વિભાગીય તપાસનો સામનો કરવો પડશે. આ ઘટના 13 ઓક્ટોબરે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાના વિરોધ પછી સામે આવી હતી. જેમાં શાળા પરિસરમાં ચિકન અને મટન જેવા નોન-વેજ વાનગીઓ પીરસવામાં આવતી જોવા મળી હતી.
ગેટ-ટુ-ગેધર કાર્યક્રમમાં ચીકન
આ કાર્યક્રમ 1987થી 1991 દરમિયાન ધોરણ-7માં અભ્યાસ કરનારા તેલુગુ સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે 38 વર્ષ પછી યોજાયેલો ગેટ-ટુ-ગેધર હતો. આચાર્ય પ્રભાકર એલિગેટિ જે આગેલા તેલુગુ શિક્ષક પણ રહ્યા છે, તેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને પોતે પણ તેમાં હાજર રહ્યા હતા. વીડિયોમાં દેખાયું કે કાર્યક્રમ દરમિયાન ચિકન અને ભાત પીરસવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે, શાળા પરિસરમાં આવેલી માતા સરસ્વતીની મૂર્તિનું મુખ ચૂંદડીથી ઢાંકીને નોન-વેજ પીરસવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- અમદાવાદના Chandkheda ના યુવકની હત્યા, થરાદની મુખ્ય કેનાલમાં મળ્યો મૃતદેહ
આચાર્યે ભૂલ સ્વીકારતા કર્યો પોતાનો લૂલો બચાવ
આચાર્ય પ્રભાકર એલિગેટિએ પોતાના બચાવમાં જણાવ્યું કે, "આ કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે જ યોજાયો હતો. જોકે, આ દરમિયાન આચાર્યે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, શાળા પરિસરમાં ચીકન પિરસવું મારી ભૂલ છે, પરંતુ તેમાં કોઈ ખરાબ ઉદ્દેશ્ય નહોતું." સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ ઘટનાને 'ખૂબ જ ગંભીર' ગણાવી છે. તેમણે કહ્યું કે, "શાળા દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વિના પૂર્વ વિદ્યાર્થીઓના ગેટ-ટુ-ગેધરના નામે આવું કૃત્ય આચરવું તદ્દન અયોગ્ય છે.
આચાર્યને નોટિસ પાઠવીને કર્યા સસ્પેન્ડ
સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આજે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે." સમિતિએ આચાર્યને નોટિસ પાઠવીને સસ્પેન્ડ કરી દીધા છે. આજે 14 ઓક્ટોબરે તપાસ ટીમ શાળા પર પહોંચીને સ્થળ, સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. આ શાળા મૂળ ઈંગ્લિશ મીડિયમ છે, પરંતુ પહેલાં તેલુગુ ભાષાના વર્ગો ચાલતા હતા, જે પ..છી બંધ થયા હતા, અને આચાર્ય પહેલાં તેલુગુ શિક્ષક રહ્યા છે.
આ ઘટના ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિસ્ત અને પરવાનગીના નિયમોનું પાલન કરવા અંગેની જાગૃતિ વધારે છે. તાજેતરમાં આવા કેસોમાં વિભાગે કડક કાર્યવાહી કરી છે, જેમાં શાળા પરિસરને શિક્ષણ અને મૂલ્યોના સ્થાન તરીકે જાળવવા પર ભાર મૂકાયો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમને 'સ્મૃતિઓ જગાડવાનો પ્રયાસ' ગણાવ્યો છે, પરંતુ તેમાં થયેલી ભૂલને કારણે આચાર્યને સજા થઈ છે.
આ પણ વાંચો- SC કોલેજિયમ HC એડવોકેટ્સ એસોસિએશનના વિરોધમાં ના ઝૂક્યું, જસ્ટિસ Sandeep Bhatt ની MP હાઇકોર્ટમાં બદલી


