ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેરળમાં RSS ની સંકલન બેઠકનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની કરાઇ ચર્ચા ...

કેરળમાં RSSની સંકલન બેઠકનો આજે બીજો દિવસ સંસ્થાની શતાબ્દી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરાશે સામાજિક સુધારણા, રાષ્ટ્ર નિર્માણ માટેની પહેલો પર ચર્ચા કરાશે કેરળના પલ્લકડમાં RSS ની ત્રણ દિવસીય સમન્વય મિટિંગનો આજે બીજો દિવસ છે. મિટિંગના પહેલા દિવસે કુલ...
08:33 AM Sep 01, 2024 IST | Dhruv Parmar
કેરળમાં RSSની સંકલન બેઠકનો આજે બીજો દિવસ સંસ્થાની શતાબ્દી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરાશે સામાજિક સુધારણા, રાષ્ટ્ર નિર્માણ માટેની પહેલો પર ચર્ચા કરાશે કેરળના પલ્લકડમાં RSS ની ત્રણ દિવસીય સમન્વય મિટિંગનો આજે બીજો દિવસ છે. મિટિંગના પહેલા દિવસે કુલ...
  1. કેરળમાં RSSની સંકલન બેઠકનો આજે બીજો દિવસ
  2. સંસ્થાની શતાબ્દી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરાશે
  3. સામાજિક સુધારણા, રાષ્ટ્ર નિર્માણ માટેની પહેલો પર ચર્ચા કરાશે

કેરળના પલ્લકડમાં RSS ની ત્રણ દિવસીય સમન્વય મિટિંગનો આજે બીજો દિવસ છે. મિટિંગના પહેલા દિવસે કુલ ચાર સત્રોમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : LPG Price Hike : આજથી દેશભરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો નવી કિંમત...

સંગઠનાત્મક સમન્વય અને આગામી કાર્યક્રમો...

મિટિંગમાં અલગ અલગ સંગઠનોના સમૂહ બનાવી ખાસ સંગઠનાત્મક સમન્વયના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. BJP અધ્યક્ષ JP નડ્ડા સમગ્ર સત્ર દરમિયાન હાજર રહ્યા અને સક્રિય ભાગ લીધો. આ મિટિંગમાં બાંગ્લાદેશના મુદ્દે કઈ ચર્ચા કરવામાં આવી નહોતી. આ મિટિંગમાં અનુસંગિક સંગઠનો દ્વારા કોઈવાર વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં નથી આવતા, પરંતુ આવનારા કાર્યક્રમો અને યોજનાઓના મુદ્દાઓ પર ચર્ચા થાય છે જેથી સંઘના વિવિધ સંગઠનો વચ્ચે વધુ સારી રીતે સમન્વય બેસી શકે.

આ પણ વાંચો : World Leaders Forum : 'ભારત લખી રહ્યું છે અનોખી Success Story', જાણો PM મોદીએ શું કહ્યું...

2025 ના શતાબ્દી વર્ષ માટે મંત્રણા...

RSS ની આ ત્રણ દિવસીય મિટિંગ કાલ સુધી ચાલશે. આ મિટિંગ સંઘની કાર્યકારિણી બેઠક નથી, પરંતુ સંઘ સાથે જોડાયેલા સંગઠનોની બેઠક છે. આ બેઠકમાં 2025 માં સંઘના શતાબ્દી વર્ષ પૂરા થવાના પ્રસંગે ચર્ચા કરવામાં આવશે. મિટિંગમાં સામાજિક સુધારણા અને રાષ્ટ્ર નિર્માણના મુખ્ય પાંચ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે.

આ પણ વાંચો : Cyclone Asna : 2 સપ્ટેમ્બર સુધી દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ, ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ...

Tags :
BJPGujarati NewsIndiaNationalRSSRSS coordination in PalakkadRSS meet
Next Article