ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Corona: જામનગર, સુરત શહેરમાં કોરોનાની એન્ટ્રીઃ બહારગામથી આવેલ દર્દી પોઝિટીવ

જામનગર તેમજ સુરતમાં કોરોનાના કેસ નોંધાવા પામ્યો છે. હાલ ત્રણેય દર્દીઓ પોઝિટીવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવા હતા.
12:36 AM May 24, 2025 IST | Vishal Khamar
જામનગર તેમજ સુરતમાં કોરોનાના કેસ નોંધાવા પામ્યો છે. હાલ ત્રણેય દર્દીઓ પોઝિટીવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવા હતા.
jamnagar news gujarat first

જામનગર શહેરમાં કોરોનાની એન્ટ્રી થવા પામી છે. શહેરી વિસ્તારમાં 1 કેસ નોંધાવા પામ્યો છે. બહારગામથી આવેલ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવવા પામ્યો હતો. તાવ, શરદી અને કફનો રિપોર્ટ કરાયો હતો. પંચવટી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવાન હોમ ક્વોરીનટાઈન કરાયો હતો. રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈ સરકારી જીજી હોસ્પિટલમાં અગાઉથી જ તમામ તૈયારીઓ કરાઈ હતી.

એક જ દિવસમાં બે કેસ નોંધાયા

સુરતમાં કોરોનાના એક દિવસમાં બે કેસ નોંધાયા હતા. બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોના માટે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. સુરતમાં એક દિવસમાં બે કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 20 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 20 નવા કેસ નોંધાયા છે, જેના કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 31 સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોનાના કુલ 80 ટકા કેસ એકલા અમદાવાદથી નોંધાયા છે, જે રાજ્યની વિકટ સ્થિતિને દર્શાવે છે. મે મહિનામાં અત્યાર સુધીમાં 38 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 31 હજુ સારવાર હેઠળ છે. આ ઝડપી વધારાએ આરોગ્ય વિભાગ અને નાગરિકોમાં ચિંતા વધારી દીધી છે, જોકે સરકારી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

ઝોનલ વિસ્તારોમાં કેસનું વિતરણ

અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે, જેમાં ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ અને થલતેજ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં દરેકમાં 7-7 કેસ નોંધાયા છે, જેમાં નવરંગપુરા, વાસણા, રાણીપ અને વટવા જેવા વિસ્તારોમાંથી કેસ સામે આવ્યા છે. આ કેસોમાં 2 વર્ષની બાળકીથી લઈને 84 વર્ષના વૃદ્ધ સુધીના દર્દીઓનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે વાયરસનો ફેલાવો વિવિધ વય જૂથોમાં થઈ રહ્યો છે. હાલમાં કોરોનાના વેરિએન્ટ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, અને તમામ દર્દીઓના ેમ્પલ ગાંધીનગરની GBRC લેબોરેટરીમાં વેરિએન્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Vadodra : વરસાદી ગટરની કામગીરીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આક્ષેપ

હોસ્પિટલમાં સારવાર અને તૈયારીઓ

કોરોનાના વધતા કેસને પગલે અમદાવાદની સરકારી હોસ્પિટલોએ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. સિવિલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે 20,000 લીટરની બે ઓક્સિજન ટેન્ક પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નોંધપાત્ર રીતે, 20 વર્ષની એક યુવતી, જેને શ્વાસની તકલીફની ફરિયાદ હતી, તે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર છે, પરંતુ તેનું સ્વાસ્થ્ય સ્થિર છે. 84 વર્ષના એક વૃદ્ધ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS મંદિરની મુલાકાત લીધી

Tags :
Corona CaseGujarat CoronaGujarat FirstGUJARAT FIRST NEWSJamnagar CoronaSurat Corona
Next Article