Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Covid 19 cases india : ભારત સહિત 20થી વધુ દેશોમાં ફેલાયો કોરોના, શું ફરી આવશે લોકડાઉન?

કોરોનાની ચિંતા વચ્ચે સૌથી મોટા સમાચાર ભારત સહિત વિશ્વના 20 દેશોમાં ફેલાયો કોરોના દરરોજ સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો કોરોનાનો નવો સબ વેરિએન્ટ ઝડપથી ફેલાઈ શકે છે નવો સબ વેરિએન્ટ ચિંતાજનક હદે થઇ રહ્યો છે મ્યૂટેટ WHOની સ્થિતિ પર નજર,...
covid 19 cases india   ભારત સહિત 20થી વધુ દેશોમાં ફેલાયો કોરોના  શું ફરી આવશે લોકડાઉન
Advertisement
  • કોરોનાની ચિંતા વચ્ચે સૌથી મોટા સમાચાર
  • ભારત સહિત વિશ્વના 20 દેશોમાં ફેલાયો કોરોના
  • દરરોજ સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો
  • કોરોનાનો નવો સબ વેરિએન્ટ ઝડપથી ફેલાઈ શકે છે
  • નવો સબ વેરિએન્ટ ચિંતાજનક હદે થઇ રહ્યો છે મ્યૂટેટ
  • WHOની સ્થિતિ પર નજર, જો કે હજુ કોઈ ચેતવણી નહીં

Covid 19 cases india:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19 વાયરસના((Corona cases)) કમબેક અંગે ચિંતા વ્યક્ત કરી છે. WHO મુજબ ફેબ્રુઆરી 2025 ના મધ્યભાગથી વિશ્વભરમાં SARS-CoV-2 વાયરસની પ્રવૃત્તિમાં વધારો નોંધાઈ રહ્યો છે. WHO ના ડેટા મુજબ કોવિડ પરીક્ષણોમાં પોઝિટિવિટી દર 11% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 પછીનો સૌથી વધુ છે WHO કહે છે કે આ વધારો ખાસ કરીને પૂર્વી ભૂમધ્ય સમુદ્ર, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમ પેસિફિકના પ્રદેશોમાં જોવા મળી રહ્યો છે.

વાયરસના પ્રકારોમાં ફેરફાર

વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે 2025 ની શરૂઆતથી, કોરોના વેરિઅન્ટ્સના વલણમાં થોડો ફેરફાર થયો છે. LP.8.1 વેરિઅન્ટ ઘટી રહ્યો છે. જ્યારે NB.1.8.1 ને વેરિઅન્ટ અંડર મોનિટરિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે, તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025 ના મધ્ય સુધીમાં, આ પ્રકાર વિશ્વભરમાં નોંધાયેલા કુલ જીનોમિક સિક્વન્સમાં 10.7% હિસ્સો ધરાવે છે.

Advertisement

આ પણ  વાંચો -UNITED NATIONS : બે ભારતીય સૈનિકોને એનાયત કરાશે 'મરણોત્તર' આંતરરાષ્ટ્રીય સન્માન

Advertisement

કોવિડ-19 ના ફેલાવામાં કોઈ સ્પષ્ટ મોસમી પેટર્ન નથી

WHO ના મતે વર્તમાન ચેપ સ્તર ગયા વર્ષના આ સમય જેવી જ પરિસ્થિતિ દર્શાવે છે, WHO એ એમ પણ કહ્યું કે અત્યાર સુધી કોવિડ-19 ના ફેલાવામાં કોઈ સ્પષ્ટ મોસમી પેટર્ન નથી. આ સિવાય ઘણા દેશોમાં હજુ પણ દેખરેખ પ્રણાલી મર્યાદિત છે, જે ચિંતાનો વિષય છે.

આ પણ  વાંચો - Nishikant Dubey: નિશિકાંત દુબેએ કુવૈતમાં ઇઝરાયલ-પેલેસ્ટાઇને લઈ કહી આ વાત

WHOએ કરી આ વિનંતી

WHO એ બધા સભ્ય દેશોને જોખમ-આધારિત અને સંકલિત વ્યૂહરચના અનુસાર COVID નું સંચાલન કરવા વિનંતી કરી છે. WHO ના ડાયરેક્ટર-જનરલની ભલામણોનું પાલન કરો. રસીકરણ કાર્યક્રમ બંધ ન કરો, તેને ચાલુ રાખો. ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ ચોક્કસપણે રસી લેવી જોઈએ. ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા માટે રસીઓ સૌથી અસરકારક રીત છે.

નોઈડામાં ફેલાઈ રહ્યો છે કોરોના

તમને જણાવી દઈએ કે નોઈડામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલમાં નોઈડામાં કોરોનાના 19 એક્ટિવ કેસ છે. જેમાં 11 મહિલાઓ અને 8 પુરુષોનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ તમામ દર્દીઓના સંપર્ક ટ્રેસિંગ અને મુસાફરી ઈતિહાસની તપાસમાં રોકાયેલ છે. પરંતુ બધા દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને જિલ્લામાં હજુ સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને હોય છે વધુ જોખમ

દિલ્હી એઈમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે કહ્યું કે કોરોના વાયરસ JN.1 નો એક નવો પ્રકાર આવી ગયો છે. આ પ્રકાર ઓગસ્ટ 2023 માં નોંધાયો હતો, પરંતુ હવે તે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત છે. તેમને જણાવ્યું કે આ વેરિઅન્ટમાં કેટલાક પરિવર્તનો છે, જેના કારણે તે વધુ ચેપનું કારણ બને છે. તેનાથી શરદી, ફ્લૂ, તાવ, ખાંસી અને ખંજવાળ આવે છે. જે લોકોને હૃદયની સમસ્યાઓ છે, ડાયાબિટીસ છે અથવા જે દવાઓ તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે તે લે છે તેમણે વધુ કાળજી લેવાની જરૂર છે.

Tags :
Advertisement

.

×