મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી, ACB Gujarat એ 13 હજારના પગારદારને 32 હજારની લાંચ લેતા પકડ્યો
Bhavnagar : રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department Gujarat) માં ચાલતા બેફામ ભ્રષ્ટાચારથી સૌ કોઈ વાકેફ છે. નિયમ અનુસાર કામ કરવા પેટે પણ લાંચ આપવી પડતી હોય તેવા સરકારી વિભાગો પૈકીઓનો આ એક વિભાગ છે. મહેસૂલ વિભાગના અનેક અધિકારીઓ/કર્મચારીઓ ACB Gujarat ના ચોપડે ચઢી ચૂકયાં છે. ભ્રષ્ટાચારના આરોપમાં લાગી ચૂક્યાં છે તેવા IAS તેમજ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી ગુજરાતમાં લાંચની બદી બેફામ રીતે વકરી છે. ACB Gujarat ના ચોપડે છેલ્લાં પાંચ દિવસમાં નોંધાયેલા ત્રણ કેસ મહેસૂલ વિભાગમાં ખદબદી રહેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે.
ACB Gujarat એ આઉટ સોર્સ કર્મચારીને પકડ્યો
ભાવનગર જિલ્લાની વલ્લભીપુર મામલતદાર કચેરી (Vallabhipur Mamlatdar Office) માં વારસાઈની નોંધ કરાવવા માટે એક અરજી થઈ હતી. મૃતકના પત્ની અને તેમના બે સંતાનોના નામ દાખલ કરવાની અરજી મામલતદાર વલ્લભીપુરે ના મંજૂર કરતા નાયબ કલેકટર શિહોર ખાતે અપીલ કરવામાં આવી હતી. અપીલના ઑર્ડરમાં સહી થઈ ગઈ હોવા છતાં તેમજ હુકમની નકલની બજવણી કરવા તેમજ વારસાઈ નોંધ દફતરે કરવા આઉટ સોર્સ કર્મચારી રસિક રાઠોડે 32 હજારની લાંચ માગી હતી. નાયબ કલેકટર કચેરી શિહોર (Deputy Collector Office Shihor) માં ફરજ કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે નોકરી કરતા રસિક ઘનશ્યામભાઈ રાઠોડને ફરિયાદી લાંચ આપવા માગતા ના હોય તેમણે ACB Gujarat માં ફરિયાદ કરી હતી. એસીબી ફિલ્ડ-1 પીઆઈ એ.કે.ચૌહાણે (A K Chauhan PI ACB) છટકું ગોઠવીને રસિક રાઠોડને શિહોર રાજપરા ચોકડી પર આવેલા શ્રી ક્રિષ્ના આઈ માતા હૉટલ ખાતેથી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે.
શનિવારે ACB Gujarat એ બે કેસ નોંધ્યા
ગત શનિવારે એક જ દિવસમાં ACB Gujarat ની બે ટીમોએ ઉત્તર ગુજરાતના મહેસાણા અને દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં લાંચના બે કેસ નોંધ્યા હતા. Mahesana Collector Office માં જમીન શાખાના રેવન્યુ કલાર્ક વિશ્વજીત ખેંગારભાઈ કમલેકર 9 લાખની લાંચ લેતા પકડાયા હતા. મહેસાણાના જોટાણા તાલુકાના ઇજપુરા (જેઠાજી) ગામે આવેલી જમીન બિનખેતી (Non Agriculture) કરવા માટે વિશ્વજીતે લાંચ સ્વીકારી હતી. જ્યારે સુરતમાં ખેતીની જમીન ખરીદનારના દસ્તાવેજની નોંધણી માટે અડાજણ વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટાર કચેરી (Sub Registrar Office Surat) માં ફરજ બજાવતા સબ-રજિસ્ટાર મહેશ રણજીતસિંહ પરમારે 2.50 લાખની લાંચ લીધી હતી.
આ પણ વાંચો - પશુ આહાર લિક્વિડના વેપારીને Nigerian Gang એ 32.72 લાખનો ચૂનો લગાવ્યો, ભાડાના બેંક એકાઉન્ટવાળા પકડાયા