ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોટાદ કપાસ 'કડદા' વિવાદ ; AAP સમર્થિત પંચાયત પૂર્વે પથ્થરમારામાં DySPને ફ્રેક્ચર અને PIને 7 ટાંકા

બોટાદના હડદડમાં થયેલા ગામલોકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ કર્મચારીઓને ખુબ જ મોટા પ્રમાણમાં ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પથ્થરમારામાં ડીવાયએસપીના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે તો પીઆઈને માથામાં પથ્થર વાગવાના કારણે સાત ટાંકા લેવા પડ્યા છે. આ અંગે પોલીસે માહિતી સાર્વજનિક કરી છે, તો વધુ માહિતી માટે આર્ટિકલ પર ક્લિક કરો
11:20 PM Oct 12, 2025 IST | Mujahid Tunvar
બોટાદના હડદડમાં થયેલા ગામલોકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ કર્મચારીઓને ખુબ જ મોટા પ્રમાણમાં ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પથ્થરમારામાં ડીવાયએસપીના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે તો પીઆઈને માથામાં પથ્થર વાગવાના કારણે સાત ટાંકા લેવા પડ્યા છે. આ અંગે પોલીસે માહિતી સાર્વજનિક કરી છે, તો વધુ માહિતી માટે આર્ટિકલ પર ક્લિક કરો

બોટાદ : બોટાદ જિલ્લાના APMCમાં કપાસના 'કડદા' (ભાવ કટોતરી) વિરુદ્ધ ચાલી રહેલા વિવાદે આજે હડદડ ગામમાં મોટું ઘર્ષણ થયું. આમ આદમી પાર્ટી (AAP) સમર્થિત ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન મળતાં બબાલ ફાટી નીકળી, જેમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું. કેટલાક લોકોએ પોલીસ પર મોટીમાત્રામાં પથ્થરમારો કર્યો, જેના કારણે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) મહર્ષિ રાવલને પગમાં ફ્રેક્ચર થયું અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ. જી. સોલંકીને માથાના ભાગે 7 ટાંકા લેવા પડ્યા છે. પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા અને કેટલાક લોકોએ પોલીસ વાહનોના કાચ પણ તોડી નાખ્યા હતા. આ ઘટના શાંતિપૂર્વક વિરોધમાં કોણના ઈશારે પથ્થરમારો થયો અને અશાંતિ સર્જવાના તત્વો કોણ છે તેવા પ્રશ્નો ઉભા કરી દીધા છે. 'ગુજરાત ફર્સ્ટ'એ શાંતિની અપીલ કરી છે.

કપાસ કડદા વિરુદ્ધ પંચાયત : મંજૂરી ન મળતાં બબાલ

હડદડ ગામ, જે બોટાદના કપાસ ખેતીપ્રધાન વિસ્તારમાં આવે છે, અહીં AAP સમર્થિત ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચાયતમાં APMCમાં કપાસના ભાવમાં પાછળથી કરવામાં આવતી કટોતરી (કડદા) વિરુદ્ધ વિરોધ નોંધાવવાનો હતો. ખેડૂતોનું કહેવું છે કે, આ કડદાથી તેમની આવકમાં 10-15%નું નુકસાન થાય છે, જે તેમની આર્થિક સ્થિતિને બગાડે છે. પરંતુ, મહાપંચાયતને વહીવટી મંજૂરી ન મળતાં ગ્રામજનો ભડકી ઉઠ્યા અને પંચાયત પૂર્વે જ બબાલ શરૂ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્થાનિક AAP નેતા રાજુ કરપડાએ કહ્યું, "આપણો વિરોધ શાંતિપૂર્વક હતો, પણ વહીવટે મંજૂરી ન આપી અને પોલીસ તૈનાત કરી હતી. કેટલાક અસામાજિક તત્વોએ આને તક બનાવીને અશાંતિ ભડકાવી હતી." પરંતુ, પોલીસ અનુસાર, કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, જેનાથી ઘર્ષણ વધ્યું હતું.

આ પણ વાંચો- Ahmedabad : SP રિંગ રોડ પર ભયાનક અકસ્માત : વૈષ્ણોદેવી સર્કલ પાસે ડમ્પરની ટક્કરથી એક્ટિવા ચાલકનું મોત

પથ્થરમારોમાં પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત : ટીયરગેસ અને વાહન તોડફોડ

ઘર્ષણ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર મોટીમાત્રામાં પથ્થરમારો કર્યો, જેમાં DySP મહર્ષિ રાવલને પગમાં ફ્રેક્ચર થયું અને તેમને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા. તે જ રીતે, LCB PI એ. જી. સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ જેમાં 7 ટાંકા લેવા પડ્યા હતા. બંને અધિકારીઓને સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેમની સ્થિતિ સ્થિર છે. પરિસ્થિતિ વણસતા પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા જેનાથી વિસ્તારમાં ધુમ્મસ ફેલાયો હતો. આ ઉપરાંત, કેટલાક લોકોએ પોલીસની બે-ત્રણ વાહનોના કાચ તોડી નાખ્યા, જેનાથી પોલીસને વધુ ફોર્સ તૈનાત કરવી પડી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, "શાંતિપૂર્વક વિરોધમાં કોના ઈશારે પથ્થરમારો થયો તેની તપાસ ચાલુ છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને ઓળખીને કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે ખેડૂતોના મુદ્દાઓ સાંભળીશું, પણ હિંસાને કોઈ સ્થાન નથી." આ ઘટનામાં કોઈ ગ્રામજનને ગંભીર ઇજા નથી થઈ, પણ 4-5 લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે.

શાંતિની અપીલ : અરાજકતાનો પ્રયાસ કેમ?

આ ઘર્ષણથી બોટાદ જિલ્લામાં તણાવનું વાતાવરણ છે, અને 'ગુજરાત ફર્સ્ટે' શાંતિની અપીલ કરી છે. ખેડૂતોના મુદ્દાઓને વહીવટ સાંભળે અને વાર્તાલાપથી ઉકેલ કાઢે." AAPએ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે, આ પંચાયત શાંતિપૂર્વક હતી, પણ કેટલાક તત્વોએ તેને હિંસક બનાવ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર જિલ્લા કલેક્ટર બેઠક બોલાવીને કપાસ કડદા મુદ્દા પર ચર્ચા કરવાની કરી શકે છે.

આ પણ વાંચો- ટ્રેકિંગ વખતે ભૂલા પડેલા વિદ્યાર્થીઓને પોલીસે ગણતરીના કલાકોમાં બચાવ્યા પરંતુ તે પહેલા શું થયું તે જાણો છો?

Tags :
AAPBotadCottonbittercontroversyDySPMaharshiRawalGujaratFirst
Next Article