ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો, રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટનો હુકમ

ભાવનગર પોલીસ દ્વારા આજે ફરી યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. આ માત્ર શરૂઆત છે, અંત હજુ...
05:12 PM May 01, 2023 IST | Dhruv Parmar
ભાવનગર પોલીસ દ્વારા આજે ફરી યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યાં છે. આ માત્ર શરૂઆત છે, અંત હજુ...

ભાવનગર પોલીસ દ્વારા આજે ફરી યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં રજૂ થતા પહેલાં યુવરાજસિંહે મોટું નિવેદન આપ્યું કે, આ તો શરૂઆત છે, અંત હજુ બાકી છે. સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે. આગળ ઘણું બંધુ સામે આવશે. આ સાથે જ તેમના શાળા, કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

યુવરાજસિંહ પર 1 કરોડના તોડનો આરોપ

મહત્વનું છે કે, તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેમના મિત્રના ઘરેથી 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી.

પોલીસે 19 એપ્રિલે મોકલ્યું હતું પ્રથમ સમન્સ

મીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે 19 એપ્રિલે 12 કલાકે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું જે બાદ યુવરાજસિંહે તબિયત નાદુરસ્ત હોઈ સમય માગ્યો હતો. જે મામલે યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં કરી જણાવ્યું હતું કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી.

Tags :
Bhavnagarcourtdummy scamGujaratYuvrajsinh Jadeja
Next Article