Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

970 વર્ષો પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટનો રાજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉજાગર

Crab Nebula Zebra Pattern : સંશોધન જર્નલ ફિઝિકલ રિવ્યુ લેટર્સમાં પ્રકાશિત થયું
970 વર્ષો પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટનો રાજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉજાગર
Advertisement
  • આ નેબૂલા અંતે એક Pulsars બની જશે
  • સંશોધન જર્નલ ફિઝિકલ રિવ્યુ લેટર્સમાં પ્રકાશિત થયું
  • સૌપ્રથમ 2007 માં Zebra Pattern ની નોંધ લીધી

Crab Nebula Zebra Pattern : ઈસ 1054 પૂર્વે માનવીયોએ આકાશમાં એક નવા તારાની ઉત્પત્તિને નરી આંખે નિહાળી હતી. પરંતુ વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જણાવ્યું છે કે, આપણા પૂર્વજોએ જોયેલી તે ઘટના કોઈ તારાની ઉત્પત્તિ નહીં, પરંતુ એક તારાની ભયાનક મોત હતી, જેને સુપરનોવા કહેવામાં આવે છે. પરંતુ અન્ય તારાઓની જેમ આ કોઈ સામાન્ય સુપરનોવા ન હતું. આ એક એવું સુપરનોવા હતું, જેણે સમય જતા અંતરિક્ષમાં Nebula બન્યું હતું. ત્યારે આ Nebulaને Crab Nebula કહેવામાં આવે છે.

આ નેબૂલા અંતે એક Pulsars બની જશે

આપણી આકાશગંગામાં આકારહિન ધૂલ અને ગેસનું એક કોલોજ આવેલું છે. જેને Crab Nebula તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ Nebula ઝડપથી સંકોચાઈ રહી છે, ત્યારે તેમાંથી વિવિધ પ્રકારની ઉર્જા અને પ્રકાસ નીકળે છે. તો આ નેબૂલા અંતે એક Pulsars બની જશે. તો આ તારા ઝડપથી એક ન્યૂટ્રોન તારો બનીને ફરતો અંતરિક્ષમાં જોવા મળશે. જોકે અત્યાર સુધીમાં જોવામાં આવેલા અન્ય Pulsars કરતા વિભિન્ન છે. કારણે Pulsars માંથી નીકળતી ઉર્જાને અને ચુંબકીય શક્તિઓનો આકાર જેબ્રા જેવો લાગે છે.

Advertisement

આ પણ વાંચો: ભૂગર્ભ જળને પેટાળમાંથી ખેંચવાથી પૃથ્વી એક તરફ 31.5 ઈંચ સુધી નમી ગઈ

Advertisement

સૌપ્રથમ 2007 માં Zebra Pattern ની નોંધ લીધી હતી

પરંતુ આ રહસ્યને University of Kansas ના વૈજ્ઞાનિકોએ ઉજાગર કર્યું છે. Mikhail Medvedev આ Zebra Pattern Pulsars અંગે અભ્યાસ કર્યો છે. Mikhail Medvedev એ જણાવ્યું હતું કે આ ઉત્સર્જન જે દીવાદાંડીના બીમ જેવું લાગે છે. તે પૃથ્વીની નજીકથી વારંવાર પસાર થાય છે જ્યારે તારા ફરે છે. તેને સ્પંદિત ઉત્સર્જન કહેવાય છે. સામાન્ય રીતે પરિભ્રમણ દીઠ એક કે બે Zebra Pattern જોવા મળે છે. જે આપણાથી 6,000 પ્રકાશવર્ષ દૂર Crab Nebula ના કેન્દ્રમાં સ્થિત છે.

સંશોધન જર્નલ ફિઝિકલ રિવ્યુ લેટર્સમાં પ્રકાશિત થયું છે

Mikhail Medvedev એ Crab Nebula માં Pulsars ઉત્સર્જન બેન્ડ ફ્રીક્વન્સીઝના પ્રમાણમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં અસામાન્ય બેન્ડ અંતર દર્શાવે છે. Mikhail Medvedev મુજબ આ એકમાત્ર વસ્તુ છે જે આપણે જાણીએ છીએ કે Zebra Pattern ઉત્પન્ન કરે છે. વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ 2007 માં Zebra Pattern ની નોંધ લીધી હતી, પરંતુ આજ સુધી કોઈ તેનું કારણ સમજાવી શક્યું નથી. Mikhail Medvedev એે પલ્સરના પ્લાઝ્માની ઘનતા માપવા માટે એક નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો. તેમનું સંશોધન જર્નલ ફિઝિકલ રિવ્યુ લેટર્સમાં પ્રકાશિત થયું છે.

આ પણ વાંચો: હવે, રનવે ઉપર દોડશે Spaceplane, વર્ષ 2025 માં પ્રથમ ઉડાન ભરશે

Tags :
Advertisement

.

×